સાયબર ક્રાઇમ એટલે શું?
સાયબર ક્રાઇમ એટલે આજના સમયમાં મોબાઈલ, કમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ કે ઇન્ટરનેટ દ્વારા થતી ગેરકાયદેસર કે અનધિકૃત પ્રવૃત્તિ. સરળ ભાષામાં કહીએ તો ઈન્ટરનેટ દ્વારા કોઈપણ વ્યક્તિ પાસેથી ગેરકાયદેસર પૈસા પડાવવા, ડેટા ની ચોરી કરવી, વગેરે જેવા કાર્યો કરવા.
સાયબર ક્રિમીનલ કોને કહેવાય?
જે વ્યક્તિ ઉપર જણાવ્યું તે મુજબનું કાર્ય કરે જેમ કે ઈન્ટરનેટ ના માધ્યમથી કોઈપણ પ્રકારનું ગેરકાયદેસરનું કાર્ય કરે તેને સાયબર ક્રિમીનલ કહેવાય. સાયબર ક્રિમીનલ ને સાયબર ગુનેગાર પણ કહેવામાં આવે છે.
સાયબર ક્રાઇમ દિવસે ને દિવસે વધવા લાગ્યો છે ત્યારે સાયબર ગુના કરનારાઓ ઘણી બધી રીતે આપણે ટાર્ગેટ કરતા હોય છે, જેમ આપણે લોકોએ હાલમાં ડિજિટલ અરેરેસ્ટ નામના સાયબર કૌભાંડ ને જોયું કે જેમાં સાયબર ક્રિમિનલ્સ કોઈપણ વ્યક્તિને વિડિઓ કોલ કરીને કહે છે કે તમારા વિરુદ્ધ જે તે પોલીસ સ્ટેશનમાં FIR (First Information Report) કરવામા આવી છે અને તમને ડિજિટલ અરેરેસ્ટ કરવામાં આવ્યા છે તેમ તે જણાવે છે.
ઘણા બધા સાયબર ક્રાઇમ કરનારાઓ તમને ગૂગલ પે ના નામે પણ સ્કેમ કરી શકે છે. દાખલ તરીકે તમને કોઈપણ રેન્ડોમ કોલ આવે છે અને તમને કહેવામાં આવે છે કે તમારા ગૂગલ પે કે ફોન પે માં એક રિવોર્ડ આપવામાં આવ્યું છે જેને તમે હજુ સુધી કલેઇમ નથી કર્યું તો તમે તેને કલેઇમ કરી લો જેનાથી તમને 500,1000,5000 વગેરે નો ફાયદો થશે. તો આવા સ્કેમર થી બચવું કારણ કે જયારે તમે તે સ્કેમર એ મોકલેલ રિવોર્ડ કલેઇમ કરવા જાસો ત્યારે તે ઑટોપે (AutoPay) માટેનું હશે જેથી તમારા બેંક ખાતામાંથી ઑટોમેટિક પૈસા ઉપડી જશે.
આજના સમયે લગભગ બધા લોકો Whatsapp વાપરી એ છીએ તો ઘણા ફ્રોડ કરનારાઓ આનો પણ ઉપયોગ સ્કેમ કરવા માટે કરતા હોય છે. તમને કોઈપણ વ્યક્તિ નો મેસેજ આવશે કે તમારા નામનું RTO (Regional Transport Office) નું ચાલાન આવ્યું છે અને તે ચાલાન પણ તમને સાથે મોકલશે જે PDF ફાઈલ જેવું દેખાશે પણ હશે તે APK (Android Package Kit) ફાઈલ જેને તમે જેવું ઇન્સ્ટોલ કારસો કે તમારું આખું Whatsapp હેક થઇ જશે જેનાથી તે હેકર તમારા નામે તમારું Whatsapp યુસ કરશે ને તમારા સગા સંબંધીઓ ને પૈસા માટે મેસેજ કરશે.
સાયબર ક્રાઇમના મુખ્ય પ્રકારો
આમ તો સાયબર ક્રાઇમ ઘણી બધી રીતે હાલના સમયમાં ઇન્ટરનેટના માધ્યમથી થતો હોય છે જેને કરનારાઓ પણ દિવસે ને દિવસે નવા નવા રસ્તાઓ અપનાવીને પોતાના ગુનાઓને અંજામ આપતા હોય છે, પરંતુ આપણે અહીંયા અમુક મુખ્ય પ્રકારો વિશે જાણકારી મેળવીશું.
નાણાકીય છેતરપિંડી
કોઈપણ વ્યક્તિના બેંક ખાતામાંથી પૈસા ચોરવા. હાલના સમયમાં આપણે જોઈએ જ છીએ કે ઘણી બધી રીતે સાયબર ક્રિમીનલ ફ્રોડ કરી રહ્યા છે જેમકે તમારી પાસે કોલ કરીને OPT માંગીને તમારા બેંક ખાતામાંથી પૈસા ચોરી લે છે, તમને કોઈપણ અજાણી લિંક ઉપર ક્લિક કરવાનું કે છે વગેરે રીતે ગુનાઓ આચરતા હોય છે.
માલવેર હુમલાઓ
કોઈ વ્યક્તિ, કંપની કે સંસ્થા ની સિસ્ટમ માં માલવેર ને નાખીને તેનો ડેટા ચોરી કરવો કે તે સિસ્ટમને નુકશાન પોચાડવુ. આ પ્રકારના હુમલામાં સાયબર ક્રિમીનલ કોઈપણ સિસ્ટમમાં ચોરી છુપે માલવેર કે કોઈપણ બીજા વાયરસ ને ઇન્સ્ટોલ કરાવીને ગુનેગારો ગુના કરતા હોય છે.
સાયબર સ્ટોકિંગ અને પજવણી
આ પ્રકારના ગુનામાં ગુનેગાર જે તે વ્યક્તિને ડિજિટલ ઉપકરણો, સોશ્યિલ મીડિયા કે ઈન્ટરનેટના માધ્યમથી તેની ઉપર નજર રાખે છે અને તેને માનસિક રીતે હેરાન કરે છે અને જે તે વ્યક્તિ વિષે ખોટી માહિતી ફેલાવવું પણ સામેલ હોય શકે છે.
ડેટા ચોરી
ઇન્ટરનેટ દ્વારા થતા ગુનાઓમાં સાયબર ડેટા ચોરી આજના સમયમાં ઘણું વધી ગયું છે જેમાં સાયબર ક્રિમીનલ તમારી સિસ્ટમ માં અનધિકૃત પ્રવેશ મેળવીને તમારો ડેટા ચોરી કરી લેતા હોય છે.
ફિશિંગ
ફિશિંગ શબ્દ ઘણા લોકો માટે નવો હશે. ફિશિંગ એ સાયબર ક્રાઇમનો એક પ્રકાર છે જેમાં ગુનેગાર ખોટા ઇમેઇલ દ્વારા તમારા સિસ્ટમમાં ઘૂસીને તમારા બેંક ખાતા કે તમારા પાસવર્ડ ને ચોરી કરે છે.
હેકિંગ
હેકિંગ વિશે તો બધા જ લોકો જાણતા હશો. હેકિંગ એટલે કોઈપણ વ્યક્તિ, કંપની કે સંસ્થા ના કમ્પ્યુટર કે નેટવર્ક માં અનધિકૃત પ્રવેશ મેળવવો. ઘણા સાયબર ક્રિમીનલ તમારા સિસ્ટમમાં અનધિકૃત પ્રવેશ મેળવીને તમારા સિસ્ટમમાં રહેલો ડેટા ચોરી કરી લેતા હોય છે અને સાથે તે તમારા સિસ્ટમ ને પણ નુકશાન પોહોચાડતા હોય છે.
ઉપર આપણે અમુક સાયબર ક્રાઇમના પ્રકાર વિશે જાણકારી મેળવી પરંતુ સાયબર ક્રાઇમ આનાથી વધારે પ્રકારે થતા આવ્યા છે અને હાલમાં પણ થઇ રહ્યા છે જેનાથી બચવું જરૂરી છે. હવે ઘણા લોકો ના મનમાં એ પ્રશ્ન હશે કે આજના આ AI (Artificial Intelligence) ના વધતા ઉપયોગ ના સમયમાં આપણે આવા સાયબર ગુનેગારોથી કેવી રીતે બચવું અને આપણો ડેટા સુરક્ષિત કેવી રીતે રાખવો, તો તેના માટે આપણે નીચે આપેલા અમુક સ્ટેપ્સ ને ફોલો કરવા જરૂરી છે જે તમને આવા ફ્રોડો થી બચાવશે.
સાયબર ફ્રોડથી બચવાના ઉપાય
- સૌપ્રથમ કોઈપણ અજાણી લિંક પર ક્લિક ના કરવું.
- કોઈપણ વ્યક્તિને OTP(One Time Password), તમારા બેંકિંગ એપનો પાસવર્ડ કે PIN કોઈની પણ સાથે શેર ના કરવો.
- સોશિયલ મીડિયા પર તમારો પર્સનલ ડેટા શેર ન કરવો.
- બને તો બધી સાઈટ પર અલગ - અલગ અને મજબૂત પાસવર્ડ વાપરો.
- બને તો બધી સાઈટ પર અલગ - અલગ અને મજબૂત (અક્ષરો, નંબરો અને સિમ્બોલનું મિશ્રણ) પાસવર્ડ વાપરો. સાથે સાથે તમારા પાસવર્ડ ને ટાઈમ તો ટાઈમ ઉપડૅટ કરતા રહો.
- અજાણ્યા કોલ્સ થી સાવધાન રહો.
- અજાણ્યા ઇમેઇલમાં આપેલી લિંક ને ક્લિક ન કરો.
હાલના આ ટેક્નોલોજીના યુગમાં સાયબર અપરાધીઓ ઘણી બધી રીતે અપરાધ કરતા હોય છે ત્યારે આપણે તેનાથી બચવા માટે શું કરવું જોઈએ તે આપણે આ લેખમાં જોયું. સાયબર ફ્રોડથી બચવાના ઉપાય ને પણ જોયા જેનું ધ્યાન રાખીને આપણે સ્કેમર થી બચી શકીએ છીએ. પરંતુ જો આપણે આવા કોઈપણ ફ્રોડ માં ફસાય ગયા હોય તો ત્યારે શું કરવું જોઈએ એ પ્રશ્ન પણ ઘણા લોકો ને થતો હશે જો ચાલો તેના વિષે આપણે જાણીએ.
સાયબર ફ્રોડ થયા પછી શું કરવું જોઈએ?
- સાયબર ફ્રોડ થાય ત્યારે સૌપ્રથમ તમારે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરવો.
- જો તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપડી કે કપાઈ ગયા હોય તો તરત જ તમારી બેંક ના કસ્ટમર કેર ને તરત જ જાણ કરીને તમારા કાર્ડ કે બેંક ખાતાને બ્લોક કરવો.
- આ સિવાય તમે નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ પણ કરી શકો છો.
- આ બધાની સાથે તમારા સાથે થયેલ ફ્રોડના ટ્રાન્સેકશન ના મેસેજ, ફ્રોડ કરનારના નંબર નો સ્ક્રેઇનશોટ, વગેરે પુરાવાઓ સાચવીને રાખો.
આજના આપણા આ સાયબર ક્રાઇમ એટલે શું? તે કેટલા પ્રકારે થાય છે, તેનાથી કઈ રીતે બચવું, વગેરે બાબતો પરનો આ લેખ વાંચ્યો જ્યાં તમે કઈ રીતે આ સાયબર અપરાધીઓ થી બચી શકો છો અને જો તમારી સાથે ફ્રોડ થાય તો ત્યારે તમે શું કરી શકો, આ બધું આપણે આ લેખમાં જાણ્યું. પરંતુ જો તમને આનાથી વધારે સાયબર સેક્યુરીટી વિષે જાણકારી મેળવવાની ઈચ્છા હોય તો તમે gujaratcybercrime.org પર જઈને સાયબર સેક્યુરીટી, સાયબર ક્રાઇમ, વગેરે વિષેજાણકારી મેળવી શકો છો.

ટિપ્પણી પોસ્ટ કરો