ભૂલથી મોકલેલા પૈસા પાછા કઈ રીતે મેળવવા
પહેલા આપને પૈસા ને આપણા ખાતામાથી બીજાના ખાતામાં ટ્રાન્સફર કરવા માટે બૅન્કમાં જવું પડતું હતું પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ બૅન્કિંગ સેક્ટર માં ટેક્નોલોજીનો ઉપયોગ વધતા એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા મોકલવા ખૂબ સહેલાં થઈ ગયા. અત્યારે આપણે માત્ર સેકંડમાં પૈસા ટ્રાન્સફર કરી શકીએ છીએ આપણે બૅન્ક માં જવાની જરૂર પડતી નથી.
પરંતુ જેમ જેમ UPI નો ઉપયોગ વધતો જાય છે તેમ તેમ ઘણી બધી સમસ્યાઓ પણ વધતી જાય છે જેમકે સાઇબર ક્રાઇમ ખુબ પ્રમાણમાં વધી ગયો છે, પણ આજના આ લેખમાં આપને તેના વિશે વાત નથી કરવાના આપને આજે એ વિશે જાણકારી મેળવી શું કે જો તમારાથી ભૂલમાં કોઈ બીજા વ્યક્તિ ના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઇ ગયા છે તો તેવા સમયે શું કરવું અનિવાર્ય હોય છે.
જો તમે જાણવા માંગતા હોવ કે હાલના સમય માં સાઇબર ક્રાઇમ કેટલી રીતે થાતો હોય છે અને તેનાથી બચવા આપને શું કરવું જોઈએ તો તમે અમારા સાઇબર ક્રાઇમ ના લેખને વાંચી શકો છો જ્યાં અમે તમામ પ્રકારની માહિતી આપી છે કે આપણે કેવી રીતે સાઇબર ફ્રોડ થી બચી શકીએ છીએ વગેરે.
ભૂલથી બીજાને પૈસા જતા રહે ત્યારે શું કરવું
1) જે વ્યક્તિના ખાતામાં પૈસા જતા રહ્યા હોય તેનો સીધો સંપર્ક કરવો
જ્યારે આપણે UPI દ્વારા કોઈને પૈસા મોકલતા હોય અને કોઈ બીજા વ્યક્તિના ખાતામાં જતા રહે તો એવા સમયે સૌ પ્રથમ આપણે તે વ્યક્તિ ના મોબાઈલ નંબર ઉપર કોલ કરીને તેને આખી વિગત વાર વાત કરીને શાંતિથી સમજાવવા જોઈએ જેથી કરીને તે આપણી વાતને સમજીને આપણા પૈસા પાછા મોકલી આપે.
2) તમારી UPI એપમાં હેલ્પ સેન્ટરમાં રિપોર્ટ કરો
જે એપ તમે ટ્રાન્ઝેક્શન માટે વાપરી હોય (Google Pay, Phone Pay, Paytm etc.) તેમાં તરતજ ભૂલથી થઇ ગયેલા ટ્રાન્ઝેક્શન નો રિપોર્ટ કરો.
સૌપ્રથમ ટ્રાન્ઝેક્શન હિસ્ટોરી માં જાઓ અને ભૂલથી થયેલા ટ્રાન્ઝેક્શનને સિલેક્ટ કરીને "રિપોર્ટ પ્રોબ્લેમ" કે "હેલ્પ" ને સિલેક્ટ કરો. જો તમે ગૂગલ પે વાપરતા હોવ તો તેમાં તમને ટ્રાન્ઝેક્શનની નીચે હેવિંગ ઇસ્યુ ઓપ્શન દેખાશે તેને સિલેક્ટ કરો અને તે પછી કેન્સલ થઇ પેમેન્ટ ને સિલેક્ટ કરો.
3) તમારી બેંકને જાણ કરો
તમારી બેંકના કસ્ટમર સપોર્ટનો કોન્ટેક્ટ કરો અથવા તો જો પોસિબલ હોય તો બેન્કમાં જતા આવો. તેમને તમારી ટ્રાન્ઝેક્શન આઈડી, યુટીઆર નંબર (Unique Transaction Reference), અમાઉન્ટ અને તારીખ શેર કરો. તમારી બેંક જેના ખાતામાં ભૂલથી પૈસા જતા રહ્યા છે તેની સાથે કોર્ડીનેટ કરીને પૈસા પાછા મેળવવા માટે રેક્વેસ્ટ કરશે. (Note:- બેંક પોતાની મરજીથી ખાતા ધારકની પરવાનગી વગર પૈસા પાછા લઇ શક્તિ નથી.)
4) NPCI પોર્ટલ પર જાઓ
જો બેંક કે તમારી એપ્લિકેશન તમારી સમસ્યા નું સોલ્યુશન ના કરી આપે તો NPCI પોર્ટલ પર જઈને NPCI Dispute Redressal Mechanism Portal પર કોમ્પ્લેઇન્ટ કરવી. ત્યાં તમારે તમારા ટ્રાન્ઝેક્શનનો પ્રકાર પસંદ કરવો (દાખલ તરીકે person to person). ત્યારબાદ તમારી સમસ્યા પસંદ કરો "Incorrectly transferred to another account".
જો આ કરવું તમને અનુકૂળ આવે તો તમે NPCI ના ટોલ ફ્રી હેલ્પલાઈને નંબર (1800-120-1740) ઉપર કોલ કરી શકો છો. આ નંબર ઉપર કોલ કરીને તમે યુપીઆઈ ને લગતી સમસ્યા વિષે વાત કરી શકો છો.
5) આરબીઆઈ લોકપાલની મદદ લો
જો ઉપર આપેલ તમામ ઉપાયો કર્યા પછી પણ તમારી સમસ્યાનું નિવારણ 30 દિવસ સુધીમાં ના આવે તો RBI Integrated Ombudsman Scheme માં તમે તેની સાઈટ (https://cms.rbi.org.in) ઉપર જઈને કોમ્પ્લેઇન્ટ કરી શકો છો અથવા તો હેલ્પલાઈન નંબર 14448 ઉપર કોલ કરી ને કોમ્પ્લેઇન્ટ કરી શકો છો. આ સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક છે, કોઈ ફી લેવામાં આવતી નથી.
નિષ્કર્ષ :-
આજના આ લેખમાં આપણે જાણકારી મેળવી કે જો ભૂલથી કોઈ બીજા વ્યક્તિના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દીધા હોય તો ત્યારે આપણે શું કરવું જોઈએ. આપેલી તમામ વિગતો ઈન્ટરનેટ ઉપર આપેલી છે અને આ માત્ર જાણકારી માટેનો લેખ છે કે જયારે આવું કઈ બને તો ત્યારે ગભરાવી જરૂર નથી હોતી. અમને આશા છે કે આ લેખની મદદથી તમને તમારી સમસ્યાનું નિવારણ મળી ગયું હશે.

ટિપ્પણી પોસ્ટ કરો