બ્રુટ ફોર્સ એટેક એટલે શું? | Meaning of Brute Force Attack
બ્રુટ ફોર્સ એટેક એ હેકિંગ ની એક પદ્ધતિ છે જેનો ઉપયોગ યુઝર ના પાસવર્ડ અને લોગીન ક્રેડેન્સીઅલ ને ક્રેક કરવા માટે ટ્રાયલ-એન્ડ-એરોર નો ઉપયોગ કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો આ એટેકમાં હેકર જ્યાં સુધી પાસવર્ડ ક્રેક નો કરી લે ત્યાં સુધી તે ઘણા બધા અલગ - અલગ પાસવર્ડ ના કોમ્બિનેશન તથા પાસફ્રેઝ ને ટ્રાય કરે છે. આ ટેકનિક કોઈપણ વ્યક્તિના એકાઉન્ટ કે કોઈ કંપની ની સિસ્ટમમાં અનધિકૃત પ્રવેશ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી ખુબ સરળ રીત છે.
સાયબર ક્રિમિનલ્સ સામાન્ય રીતે બ્રુટ ફોર્સ એટેક નો ઉપયોગ વેબસાઈટ, એકાઉન્ટ અથવા નેટવર્કની ઍક્સેસ મેળવવા માટે કરે છે. પછી તેઓ માલવેર ઇન્સ્ટોલ કરી શકે છે, ડેટા ને નુકશાન પહોંચાડી શકે છે અથવા તેને ડેમેજ કરી શકે છે. બ્રુટ ફોર્સ એટેક નબળા પાસવર્ડ માત્ર ગણતરીની સેકન્ડ માં તોડી શકે છે અને મજબૂત પાસવર્ડ તોડવા માટે સામાન્ય રીતે કલાકો અથવા અમુક દિવસો પણ લાગી શકે છે.
ઉપરના પેરેગ્રાફમાં આપણે જાણકારી મેળવી કે Brute Force Attack એટલે શું થાય છે અને તેનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે. હવે આપણે તેના પ્રકારો વિષે જાણીશું કે આ એટેક ના કેટલા અને ક્યાં - ક્યાં પ્રકાર છે.
બ્રુટ ફોર્સ એટેક્સના પ્રકાર (Brute Force Attacks)
1) ક્રેડેન્સીઅલ સ્ટફિંગ (Credential Stuffing)
ક્રેડેન્સીઅલ સ્ટુફીન્ગ એક પ્રકારનો સાયબર હુમલો છે, જેમાં સાયબર અપરાધી એક સંગઠન કે વ્યક્તિ ના ચોરી કરેલા ડેટા (યુઝરનેમ અને પાસવર્ડ) નો કોઈ બીજી સાઈટ ઉપર ઍક્સેસ મેળવવા માટે કરે છે. આ પ્રકારના હુમલામાં ચોરી કરેલા યુઝર ના આઈડી અને પાસવર્ડ નો ઉપયોગ કોઈ અન્ય વેબસાઈટ ઉપર ઍક્સેસ મેળવવા માટે કરવામાં આવે છે. આ હુમલામાં ખાસ કરીને એકજ પાસવર્ડ નો ઘણી બધી વેબસાઈટ ઉપર ઉપયોગ કરતા લોકોને નુકશાન પહુંચે છે.
2) ડિક્શનરી એટેક (Dictionary attack)
ડિક્શનરી એટેક એ પણ એક બ્રુટ ફોર્સ એટેક નો પ્રકાર છે, જ્યાં ડિક્શનરીના તમામ શબ્દોનો ઉપયોગ કરીને યુઝરના પાસવર્ડ ને ક્રેક કરવામાં આવે છે અને સિસ્ટમ નું ઍક્સેસ મેળવવામાં આવે છે તથા લાંબા પાસવર્ડ ને ક્રેક કરવા માટે નંબર, કેરેક્ટર, અને અન્ય ઘણા બધા કોમ્બિનેશન નો ઉપયોગ કરવામાં આવે છે.
3) સિમ્પલ બ્રુટ ફોર્સ એટેક (Simple brute force attack)
જ્યારે કોઈપણ સોફ્ટવેર નો ઉપયોગ કર્યા વિના મેન્યુઅલી યુઝરના ક્રેડેન્સીઅલ નું અનુમાન લગાવીને ક્રેક કરવાનો પ્રયાસ કરવામાં આવે છે ત્યારે સામાન્ય બ્રુટ ફોર્સ એટેક થાય છે. આ હુલમાઓ સરળ હોય છે કારણ કે ઘણા લોકો હજુ પણ નબળા પાસવર્ડ નો ઉપયોગ કરે છે, જેમ કે "password123" અથવા "1234", સાથે ઘણા લોકો અલગ - અલગ વેબસાઈટ ઉપર એક સરખા પાસવર્ડ નો ઉપયોગ કરતા હોય છે.
4) હાઈબ્રીડ બ્રુટ ફોર્સ એટેક (Hybrid brute force attack)
હાઈબ્રીડ બ્રુટ ફોર્સ એટેક એ સિમ્પલ બ્રુટ ફોર્સ અને ડિક્શનરી એટેક નું મિશ્રણ હોય છે જે સામાન્ય શબ્દો ની સાથે - સાથે અંકો અને નંબરોને તથા સ્પેશ્યલ સિમોબલ્સ ને ઉમેરીને પાસવર્ડ નો અંદાજ લગાવે છે.
બ્રુટ ફોર્સ એટેક થી બચવાનો સરળ ઉપાય
આમ તો ઘણા બધા ઉપાય હોય છે પરંતુ સૌથી સરળ રસ્તો એ હોય છે જે આજના સમયમાં બધી જગ્યાએ તમે તમારા પાસવર્ડ માટે ઉપયોગમાં લેવો જોઈએ. હંમેશા જયારે તમે તમારા પાસવર્ડને સેટ કરતી વખતે કેપિટલ લેટર, સ્માલ લેટર, નંબર્સ અને સ્પેશ્યલ સિમ્બોલ નો ઉપયોગ કરવો જોઈએ અને બની શકે તો ટાઈમ ટુ ટાઈમ તેને ચેન્જ કરતુ રહેવું જોઈએ જેથી કોઈપણ હેકર તમારા પાસવર્ડ ને ક્રેક ના કરી શકે. હંમેશા યાદ રાખવું કે તમારો પાસવર્ડ તમારું નામ, તમારી જન્મ તારીખ વગેરે ને સેટ ના કરવું કેમકે તેને ક્રેક કરવો ખુબ સહેલું હોય છે, નબળા પાસવર્ડ જેમકે "name123" વગેરે પાસવર્ડ સેટ ના કરવા જોઈએ. આશા છે આ લેખમાં તમને ઘણું શીખવા મળ્યું હશે. આભાર.
નિષ્કર્ષ :-
આજના આ Brute Force Attack વિશેના લેખમાં આપણે જાણકારી મેળવી કે બ્રૂત ફોર્સ એટેક શું હોય છે અને તેના કેટલા પ્રકાર હોય છે સાથે આપણે હમણાં ઉપર એ પણ જોયું કે આવા એટેકથી બચવાનો સૌથી સરળ રસ્તો શું હોય છે. અમને આશા છે કે આ લેખની મદદથી તમને કૈક નવું જાણવા મળ્યું હશે અને જો તમને અવાજ હેકિંગ ના લેખ વાંચવા પસંદ છે તો તમે અમારા બીજા હેકિંગ એટલે શું? નામના લેખને વાંચી શકો છો જ્યાં અમે હેકિંગ વિશેની ઘણી બધી માહિતી ગુજરાતી ભાષામાં આપી છે જે તમને કૈક નવું શીખવશે.

ટિપ્પણી પોસ્ટ કરો