હેકિંગ એટલે શું? હેકિંગ ના કેટલા પ્રકાર છે? (What is Hacking)

હેકિંગ એટલે શું? (What is Hacking?)

What is Hacking

હેકિંગ ને આપણે સરળ ભાષામાં કહીયે તો કોઈ પણ કંપની કે પછી કોઈ વ્યક્તિ ના કમ્પ્યુટર સિસ્ટમ માં તેમની પરવાનગી વગર પ્રવેશ કરવો કે તેમાં છેડ છાડ કરવી અને સિસ્ટમ નું ઍક્સેસ મેળવી તેનો ડેટા ચોરી કરવો કે તેને નષ્ટ કરવો. હેકિંગ (Hacking) એટલે તમે ઘણી વાર સાંભળ્યું હશે કે કોઈ હેકર એ કોઈ કંપની ના સર્વર ને હેક કર્યું છે, ત્યારે હેકર તે કંપની ની સિસ્ટમ માં લૂપહૉલ શોધી ને તે લૂપહૉલ ની મદદ થી કંપની ના સર્વર નું એકસેસ મેળવી લે છે અને કંપની ને નુકશાન પહોંચાડવાનું કરે છે તેના ડેટા ચોરી કરીને.


હેકર જયારે હેકિંગ કરે છે અને કોઈ સિસ્ટમમાં અનધિકૃત ઍક્સેસ મેળવે છે ત્યારે તે કંપની કે સંસ્થા એ રાખેલ ઇથિકલ હેકર તે સિસ્ટમ ને હેકર દ્વારા બચાવવાનું કામ કરે છે અને સિસ્ટમ ના ડેટા ને ચોરી થતા અટકાવે છે અથવા ડેટા ને પાછો મેળવી લે છે.


હૅકર્સના ના કેટલા પ્રકાર છે અને ક્યાં - ક્યાં? (Types of Hackers)

Types of Hackers who do hacking


હેકર ના ઘણા બધા પ્રકારો છે જેમાં 3 કોમન પ્રકાર છે જેના વિશે આપણે આજે જાણીશું.

હેકિંગના 3 કોમન પ્રકાર :

  1. White Hat Hackers (વ્હાઇટ હેટ હેકર્સ)
  2. Black Hat Hackers (બ્લેક હેટ હેકર્સ)
  3. Gray Hat Hackers (ગ્રે હેટ હેકર્સ)

1) White Hat Hackers (વ્હાઇટ હેટ હેકર્સ)


White Hat Hacker

વ્હાઇટ હેટ હેકર્સને એથિકલ હેકર્સ કે એથિકલ સિક્યુરિટી હેકર્સ પણ કહેવા માં આવે છે. આ પ્રકાર ના હૅકર્સ જે કોઈ પણ સંસ્થા કે કંપની ની સિસ્ટમ ને હેક કરેછે તે સંસ્થા કે કંપની ની પરવાનગી લે છે ને તે પછી તે હેકિંગ (Hacking) કરે છે અને તે સિસ્ટમ માં રહેલ નબળાઈઓ ને શોધે છે અને તેને ઠીક કરે છે ને સિસ્ટમ ને મજબૂત કરે છે. આ હેકર કંપની ની સિસ્ટમ માં રહેલ નબળાઈઓ ને ઓળખીને તેને ઠીક કરીને સિસ્ટમ ને મજબૂત કરે છે જેથી કરીને કોઈ તે સિસ્ટમ ને હેક કરીને તેને નુકશાન ના પહુંચાડી શકે.


2) Black Hat Hackers (બ્લેક હેટ હેકર્સ)


Black Hat Hacker

બ્લેક હેટ હેકર્સ કે જેને સાયબર ક્રિમિનલ પણ કહેવામાં આવે છે જે ગેરકાયદેસર કોઈ સંસ્થા કે કંપની ની સિસ્ટમ માં નબળાઈઓ શોધે છે અને તેનો ઉપયોગ કરીને તે સિસ્ટમ માં અનધિકૃત ઍક્સેસ મેળવે છે. કોઈ પણ કમ્પ્યુટર સિસ્ટમ માં અનધિકૃત ઍક્સેસ મેળવવું એટલે કે કોઈ પણ સિસ્ટમ માં પરવાનગી વગર ઘૂસી જવું એ બ્લેક હેટ હૅકર્સ નું કામ છે. જો તેઓને સિસ્ટમ માં નબળાઈ મળી જાય તો તેઓ કોઈ પણ સિસ્ટમ માં માલવેર અથવા કમ્પ્યુટર વાયરસ ની મદદ થી તે સિસ્ટમ માં એકસેસ મેળવી લે છે અને તે સિસ્ટમ ને ક્રેક કરે છે અથવા ડેટા ચોરી કરે છે.


3) Gray Hat Hackers (ગ્રે હેટ હેકર્સ)


Gray Hat Hacker

ગ્રે હેટ હેકર્સ એ એવા હેકર હોય છે જે કોઈ પણ સંસ્થા કે કંપની ની સિસ્ટમ માં નબળાઈ ગોતે છે પછી તે તેનો ઉપયોગ કરીને સિસ્ટમ માં પ્રવેશ નથી કરતા પરંતુ તે નબળાઈ કે લૂપહૉલ ની જાણ તે કંપની કે સંસ્થા ને કરે છે અને જે તે કંપની કે જેની સિસ્ટમ માં નબળાઈ હોય તેમની પાસે થી તે લૂપહૉલ શોધવાના બદલામાં પૈસા ની માંગ કરે છે. સરળ ભાષા માં કહીયે તો ગ્રે હેટ હેકર્સ એવા હેકર છે કે જે બ્લેક હેટ હેકર ની જેમ અનધિકૃત કોઈ સિસ્ટમ માં પ્રવેશ કરીને તે સિસ્ટમ ની નબળાઈઓ શોધે છે પરંતુ તેને હાર્મ/નુકશાન નથી પહોચાડતા પણ તે નબળાઈ ની જાણ જેતે સંસ્થા ને કરે છે ને તેની બદલ માં પૈસા ની માંગ કરે છે.

ગ્રે હેટ હેકર્સ ના તો બ્લેક હેટ હેકર છે કે ના વ્હાઇટ હેટ હેકર્સ છે, તે ના તો વ્હાઇટ હેટ ની જેમ પરવાનગી લે છે અને ના તો તે બ્લેક હેટ હેકર ની જેમ કોઈ કમ્પ્યુટર સિસ્ટમ નો ડેટા ચોરી કરે છે કે ના તેને કોઈ નુકશાન પહુંચાડે છે.


ઉપર આપણે હેકર ના મેઈન/કોમન 3 પ્રકાર જોયા, પરંતુ તેની સિવાય પણ ઘણા પ્રકાર હોય છે જેમ કે વાદળી ટોપી હેકર(Blue hat hackers), રેડ હેટ હેકર્સ(Red hat hackers), અને ગ્રીન હેટ હેકર્સ(Green hat hackers) કે જેને અંગ્રેજી માં Script kiddies ના નામ થી પણ ઓળખવામાં આવે છે. એની સિવાય પણ ઘણા બધા હૅકર્સ ના પ્રકારો હોય છે.


અન્ય તમામ પ્રકારના હેકર્સ (All other types of hackers)


SR NO Type of Hacker
1 Purple Hat Hackers
2 Hacktivists
3 Script Kiddies
4 Whistleblowers
5 Botnet Hackers
6 Cryptohackers
7 Cryptojackers
8 Cyberterrorists
9 Elite Hackers
10 Gaming Hacker
11 Malicious Insiders
12 State-Sponsored Hacker

અત્યાર સુધીમાં આપણે જોયું હેકિંગ (Hacking) શું હોય છે અને કેટલા પ્રકાર ના હૅકર્સ હોય છે જેનાથી આપણે જાણવા મળ્યું કે હકીકત માં આપણે જેને હેકર કહીયે છીએ એ બધા એક સરખા નથી હોતા કોઈ સારું કામ કરે છે તો કોઈ કોઈને હાનિ પહોચાડવાનું કામ કરે છે. હવે આપણે જોઇશુ કે હેકિંગના કેટલા પ્રકારો હોય છે. આમ તો હેકિંગ ના ઘણા બધા પ્રકારો છે જેમાંથી થોડા વધારે પડતા પ્રચલિત ટેક્નિક ની વિષે આપણે હવે જાણીશું.


હેકિંગના પ્રકાર (Types of hacking)


Types of Hacking

  • Malware Attacks (માલવેર હુમલા)
  • Ransomware Attacks (રેન્સમવેર હુમલા)
  • Phishing Attacks (ફિશિંગ હુમલાઓ)
  • Brute Force Attack (બ્રુટ ફોર્સ એટેક)
  • SQL Injection Attacks (એસક્યુએલ ઈન્જેક્શન હુમલા)
  • Distributed Denial-of-Service Attacks (ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાયલ-ઓફ-સર્વિસ હુમલા)
  • Cross-Site Scripting(XSS) Attacks (ક્રોસ-સાઇટ સ્ક્રિપ્ટીંગ હુમલાઓ)
  • Session Hijacking (સેશન હાઈજૅકિંગ)
  • Credential Reuse Attacks (ક્રેડેન્સીઅલ રિયુઝ એટેક્સ)

Malware Attacks (માલવેર હુમલા)

માલવેર એટેક એક એવો એટેક હોય છે જેમાં વિક્ટિમ ની કમ્પ્યુટર સિસ્ટમ માં એક દૂષિત સૉફ્ટવેર હોય છે જે તેની સિસ્ટમ માં રહેલ બીજા સોફટવેર ને નુકશાન પહુંચાડે છે તથા તે દુષિત સોફટવેર સિસ્ટમ નો ડેટા પણ ચોરી કરે છે અને તે પણ વિક્ટિમ ની પરવાનગી કે તેની જાણ બહાર. આવા એટેક માં વિક્ટિમ વ્યક્તિ ને ખબર પણ નથી હોતી કે તેનો ડેટા ચોરાય રહ્યો છે. આ માલવેર ને દુષિત સોફટવેર ના નામ થી પણ ઓળખવામાં આવે છે. માલવેર ઘણા બધા પ્રકારના હોય છે જેમ કે વાયરસ, એડવેર, અને ઘણા બીજા પ્રકારો જે નીચે આપેલ છે.


માલવેરના પ્રકારો (Types of malware)


Ransomware Attacks (રેન્સમવેર હુમલા)

રેન્સમવેર એટેક્સ એક પ્રકારના માલવેર જ હોય છે કે જેનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે કોઈ મોટી કંપની તથા સંસ્થા ઉપર એટેક કરીને તેમની કમ્પ્યુટર સિસ્ટમ ની બધી ફાઈલો નો ઍક્સેસ રોકી દે છે જેથી જેતે સંસ્થા કે કંપની તે ફાઈલો નો ઉપયોગ ના કરી શકે કે તેને ઓપન કરી શકે. તે ફાઈલો ને એનક્રિપ્ટ કરે છે અને ડિક્રિપ્ટ કી આપવા માટે તે જેતે સંસ્થા, વ્યક્તિ કે કંપની પાસેથી પૈસા ની માંગ કરે છે જેને આપણે હિન્દી માં ફિરોતી અને ઇંગલિશ માં Ransom કહે છે. ડિક્રિપ્ટ કી ની બદલામાં તે Ransom ની માંગ કરે છે તેથીજ આને રંસોમવારે કહેવામાં આવે છે.

સરળ ભાષામાં આપણે સમજીયે તો રેન્સમવેર એક દૂષિત સોફ્ટવેર પ્રોગ્રામ હોય છે જે કોઈ પણ સિસ્ટમ માં પ્રવેશ કરીને તે સિસ્ટમ ની બધી ફાઈલો ને લોક કરી દે છે અને જ્યાં સુધી એટેકેર ની માંગ પુરી ના થાય ત્યાં સુધી તે લોકજ રહે છે.


રેન્સમવેર ના ઘણા બધા પ્રકારો છે જે નીચે આપેલ છે. (Types of ransomware)

  • Screen Lookers
  • Scareware
  • Encryptors
  • Leakware or Doxaware

કેટલાક રેન્સમવેર ના ઉદાહરણો (Examples of some ransomware)

  • Dharma
  • Locky
  • Maze
  • BadRabbit
  • BitPaymer
  • Cerber
  • Cryptolocker
  • Ryuk
  • WannaCry
  • REvil

Phishing Attacks (ફિશિંગ હુમલાઓ)

ફિશિંગ એટેક તેના નામની જેમ જ હોય છે, જેમ માછલી પકડવા વાળો માછલી પકડવા માટે તળાવ કે સમુદ્ર માં ચારો નાખે છે અને ફિશ એટલે કે માછલી તેમાં ફશાય જાય છે તેમજ ફિશિંગ માં હૅકર્સ નકલી કે ખોટી વેબસાઈટ કે ઇમેઇલ દ્વારા કોઈપણ યુઝર ને ફસાવવામાં આવે છે. આ એટેકમાં હૅકર્સ કોઈ મોટી બ્રાન્ડ ના નામ કે લોગો નો ઉપયોગ કરીને ઈન્ટરનેટ યુઝર ને ફસાવવાનો પ્રયાસ કરે છે અને તેમની પર્સોનલ ડેટા જેમકે નામ, પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ ની ડિટેઇલ વગેરે જાણકારી પ્રાપ્ત કરી લે છે. ફિશિંગ એટેક વધારે પડતો ઇમેઇલ દ્વારા કરવામાં આવે છે.


ફિશિંગ ના પ્રકારો (Types of Fishing)

  • સ્પિયર ફિશિંગ (Spear Phishing)
  • ક્લોન ફિશીંગ (Clone Phishing)
  • વ્હેલ (Whaling)
  • વેબસાઇટ સ્પૂફિંગ (Website Spoofing)
  • છબી ફિશીંગ (Image Phishing)
  • ભ્રામક ફિશીંગ (Deceptive Phishing)
  • સામાજિક ઈજનેરી (Social Engineering)
  • ફોન ફિશીંગ (Phone Phishing)
  • ઇમેઇલ ફિશીંગ (Email Phishing)

Brute Force Attack (બ્રુટ ફોર્સ એટેક)

બ્રુટ ફોર્સ એટેક ને ડિક્શનરી એટેક પણ કહેવામાં આવે છે. બ્રુટ ફોર્સ એટેક હેકિંગ (Hacking) ની એક ટેક્નિક છે જેમાં કોઈપણ વ્યક્તિ ના કમ્પ્યુટર એકાઉન્ટ, સોશ્યિલ મીડિયા પ્રોફાઈલ કે કોઈ સંસ્થા ના સર્વર ને હેક કરે છે અને તેનો ડેટા ચોરી કરે છે. બ્રુટ ફોર્સ એટેક માં હેકર વિકટીમ ના પાસવર્ડ ને ક્રેક કરવાનો પ્રયાસ કરે છે અને જયારે તે પાસવર્ડ ક્રેક થઈ જાય ત્યારે તે ડેટા ચોરી લે છે. આ પુરી પ્રક્રિયા હેકર દ્વારા એક સોફ્ટવેર ટૂલ ની મદદ થી કરે છે જેમાં તે વિકટીમ ના યુઝરનેમ અને પાસવર્ડ ને ક્રેક કરવાનો પ્રયાસ કરે છે જેમાં તે ટૂલ લખો શબ્દ, નંબર, અને સ્પેશ્યિલ સિમ્બોલ ના કોમ્બિનેશન બનાવે છે ને તેને ટ્રાય કરે ત્યાં સુધી કે જ્યાં સુધી તે તેને ક્રેક ના કરી લે, આ પ્રક્રિયા ક્યારેક જલ્દી તો ક્યારેક ખુબજ લાંબી હોય છે.

આ બ્રુટ ફોર્સ ટૂલ માં વર્ડ લિસ્ટ ફાઈલ ને જોડવામાં આવે છે, જે એક ડિકશનરી જેવી ફાઈલ હોય છે જેમાં ઘણા બધા શબ્દો, નંબરો અને સિમ્બોલો હોય છે જેની મદદ થી તે સિસ્ટમ ના પાસવર્ડ ને ક્રેક કરે છે.


બ્રુટ ફોર્સ એટેક ના પ્રકારો (Types of Brute Force Attacks)

  • સરળ બ્રુટ ફોર્સ હુમલા (Simple Brute Force Attacks)
  • શબ્દકોશ હુમલાઓ (Dictionary Attacks)
  • હાઇબ્રિડ બ્રુટ ફોર્સ એટેક (Hybrid Brute Force Attacks)
  • ઓળખપત્ર ભરણ (Credential Stuffing)


SQL Injection Attacks (એસક્યુએલ ઈન્જેક્શન હુમલા)

SQL Injection હેકિંગની પ્રચલિત ટેક્નિક્સ માની એક ટેકનિક છે. આ એવી Hacking ટેક્નિક છે જેમાં SQL ક્વેરી સ્ટેટમેન્ટ નો ઉપયોગ કરીને વેબસાઈટ ના ઇનપુટ ફિલ્ડ માં તેને એન્ટર કરીને ડેટાબેઝ માં ચેન્જીસ કરે છે અને હાલ ના ડેટા ને નુકશાન પહોંચાડે છે. આ એક કોડ ઈન્જેકશન ટેક્નિક છે.


એસક્યુએલ (SQL) ઇન્જેક્શન ના પ્રકાર (Types of SQL Injection)

  • Error Based SQL Injection (એરોર બેઝડ SQL ઈન્જેક્શન)
  • Union Based SQL Injection (યુનિયન બેઝડ SQL ઈન્જેક્શન)
  • Blind SQL Injection (બ્લાઇન્ડ SQL ઈન્જેક્શન)


Distributed Denial-of-Service Attacks (ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાયલ-ઓફ-સર્વિસ હુમલા)

DDoS નું પૂર્ણ રૂપ Distributed Denial-of-Service છે જે હેકિંગ (Hacking) ની એક ટેક્નિક છે. સરળ શબ્દો માં સમજીયે તો આ એક એવી ટેક્નિક છે કે જેમાં હેકર કોઈ વેબસાઈટ ઉપર ખોટો ટ્રાફિક મોકલીને તે વેબસાઈટ ને ક્રેશ કરી દે છે. કોઈપણ વેબસાઈટ ની એક લિમિટ હોય છે ને જયારે એ લિમિટ ને વારંતે વાર ક્રોસ કરવામાં આવે છે ત્યારે તે વેબસાઈટ બંદ અથવા તો ક્રેશ થઇ જાય છે જેના લીધે તે સાઈટ ના ઓરિજિનલ યુઝર્સ પણ તેને ઍક્સેસ નથી કરી સકતા. DDoS ટેક્નિક માં હેકર બોટનેટ (Botnet) બોટ્સ નો ઉપયોગ કરીને વેબસાઈટ ના સર્વર પર તેની ક્ષમતા થી વધારે રેક્યુએસ્ટ મોકલે છે જેથી તે ક્રેશ થઇ જાય છે.

તમને જણાવી દઈએ કે DoS અને DDoS બંનેમાં થોડો તફાવત હોય છે એટલે તમે બંનેને એક ના સમજતા. DoS માં માત્ર એકજ સિસ્ટમ નો ઉપયોગ કરવામાં આવે છે વેબસાઈટ ને ક્રેશ કરવા માટે જયારે DDoS માં ઘણી બધી સિસ્ટમ ની મદદ લેવામાં આવે છે.


DDoS ના પ્રકાર (Types of DDoS)

  • વોલ્યૂમેટ્રિક્સ DDoS એટેક (Volumetric DDoS Attack (GBPS))
  • નેટવર્ક પ્રોટોકોલ DDoS એટેક (Network Protocol DDoS Attack (PPS))
  • એપ્લિકેશન લેયર DDoS એટેક (Application Layer DDoS Attack (RPS))


DoS હુમલામાં ઉપયોગમાં લેવાતા ટૂલ્સ (Tools used in DoS attacks)

  • HULK
  • XOIC
  • LOIC


Cross-Site Scripting(XSS) Attacks (ક્રોસ-સાઇટ સ્ક્રિપ્ટીંગ હુમલાઓ)

ક્રોસ-સાઇટ સ્ક્રિપ્ટીંગ(XSS) હુમલા એક કોડ ઇન્જેક્શન એટેક છે. આ એટેક માં કોઈ પણ યુઝર ના ડેટા ચોરી કરવા માટે તેના બ્રાઉઝર માં ઈન્જેક્ટ કરવામાં આવે છે ને તે યુઝર ના ડેટા જેવા કે કૂકી, સેશન ટોકન વગેરે જેવી જાણકારી ચોરી કરવામાં આવે છે. તમે જાણતાજ હસો કે કૂકી એ એક પ્રકારની આપણી હિસ્ટોરી જ હોય છે જેમાં આપનો ડેટા હોય છે. આ હુમલા માં બનાવવામાં આવેલ સ્ક્રિપ્ટ માં જાવાસ્ક્રિપ્ટ, HTML, VBscript, વગેરે નો ઉપયોગ કરવામાં આવે છે. આ XSS ના નામ થી પણ ઓળખવામાં આવે છે ને આ એક ક્લાઈન્ટ સાઈડ ભાષાઓ દ્વારા પણ કરી શકાય છે. આ એટેક ઘણા પ્રકારે થતા હોય છે જે પ્રકાર આપડે નીચે આપેલા છે.


ક્રોસ-સાઇટ સ્ક્રિપ્ટીંગ(XSS) એટેક ના પ્રકાર (Types of Cross-Site Scripting (XSS) Attacks)

  • સ્ટોર્ડ  (Stored XSS)
  • રિફલેકટેડ (Reflected XSS)
  • ડોમ-આધારિત (DOM-based XSS)


Session Hijacking (સેશન હાઈજૅકિંગ)

સેશન હાઇજેકીંગ એ Hacking ની એક ટેક્નિક છે જેને TCP હાઇજેકીંગ ના નામથી પણ જાણવામાં છે. જેમ નામ છે તેમજ આ ટેક્નિક માં હેકર યુઝર ના સેશન ને હાઇજેક કરે છે. સરળ ભાષા માં સમજીએ તો જયારે આપડે કોઈ વેબસાઈટ પર જઈએ છીએ અને ત્યાં આપડે લોગીન કરીએ છીએ ત્યારે સેશન જનરેટ થાય છે, તે સેશન ને હેકર હાઇજેક કરી લે છે. સેશન હાઇજેક માટે ની સૌથી સેલી રીત ને IP Spoofing કહેવામાં આવે છે. આવા એટેક માં હેકર વિકટીમ ના સેશન ને ચોરી કરી લે છે જેનાથી તે પોતાને વેબસાઈટ પર વિકટીમ તરીકે ઓળખાવે છે.


સેશન હાઇજેકીંગ ના પ્રકાર (Types of Session Hijacking)

  • એક્ટિવ સેશન હાઇજેકીંગ (Active Session Hijacking)
  • પેસિવ સેશન હાઇજેકીંગ (Passive Session Hijacking)
  • હાઈબ્રીડ હાઇજેકીંગ (Hybrid Hijacking)


Credential Reuse Attacks (ક્રેડેન્સીઅલ રિયુઝ એટેક્સ)

ક્રેડેન્સીઅલ રિયુઝ એટેક કે જેને સરળ ભાષામાં ક્રેડેન્સીઅલ સ્ટફિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણા લોકો ને એવી આદત હોય છે કે તે એકજ પાસવર્ડ નો ઉપયોગ એક થી વધારે વેબસાઈટ માં કરે છે જેનો ફાયદો આ એટેક માં હેકર લઇ લે છે. આ હુમલા માં હેકર વિકટીમ ના ક્રેડેસિઅલ એટલે કે તેનો ડેટા જેમકે નામ, ઇમેઇલ, પાસવર્ડ, વગેરે જેવી જાણકારી એક વાર મેળવી લે છે ત્યાર પછી તે એ ડેટા નો ઉપયોગ કરીને અવૈદ્ય રીતે લોગ ઈન કરવા માટે કરે છે.


નિષ્કર્ષ


આજ ના આ આર્ટિકલમાં આપણે જાણ્યું કે હેકર્સ કુલ કેટલા પ્રકાર ના હોય છે અને તેના કોમન ત્રણ પ્રકાર ક્યાં - ક્યાં છે તેની સાથે અપને એ પણ જોયું કે હેકિંગ એટલે શું થાય કેમકે ઘણા લોકો ને Hacking નો સાચો અર્થ ખબર જ નથી હોતો. આપણે ઉપર જોયું કે હેકિંગ ના પ્રકાર ક્યાં છે અથવા હેકિંગ ની ટેકનીક કઈ - કઈ છે જેથી કરીને તમને ખબર પડે કે હકીકત માં Hacking ઘણી બધી અલગ - અલગ રીતે થતી હોય છે. આજે આપણે હેકિંગ ની બેઝિક જાણકારી મેળવી છે હવે આપણે આગળ ના આર્ટિકલ માં આના થી પણ વધારે જાણકારી મેળવીશું. અમને આશા છે કે તમને આજનો આ આર્ટિકલ ખુબ પસંદ આવ્યો હશે.


ટિપ્પણી પોસ્ટ કરો

Post a Comment (0)

વધુ નવું વધુ જૂનું