ઇન્ટરનેટ એટલે શું? કોણે શોધ્યું અને તેના પ્રકાર કેટલા છે? (Internet Meaning)

ઇન્ટરનેટ એટલે શું અને તેને કોણે શોધ્યું? (What is Internet and who invented it?)


What is Internet

આજના ડિજિટલ જમાનામાં લગભગ તમામ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. દિવસે ને દિવસે ઇન્ટરનેટ યુઝર્સ માં વધારો થતો જય રહ્યો છે અને આજના સમયે ઇન્ટરનેટ(Internet) વગર કોઈને ચાલે તેમ પણ નથી. ઈન્ટરનેટના ઉપયોગથી ઘણા કામ સેકન્ડમાં થવા લાગ્યા છે, જેમકે પહેલાના સમયમાં કોઈપણ વ્યક્તિને કોઈ બીજી વ્યક્તિ સાથે વાતચીત કરવા અને માહિતી આપવા માટે ટપાલ લખીને મોકલવી પડતી જે ઘણા દિવસે પોહોંચતી. તેજ કામ આજના સમયે ઇન્ટરનેટની મદદથી માત્ર થોડી સેકન્ડમાં ઇમેઇલ, વોટ્સએપ, મેસેન્જર, વગેરે એપ્લિકેશનની લીધે એકદમ સરળ બની ગયું છે.


આવા ફાયદાકારક અને લોકોના જીવનમાં કામને સરળ બનાવનાર ઇન્ટરનેટ વિશે થોડી જાણકારી આજના આ આર્ટિકલમાં આપણે મેળવીશું. કેમકે મોટા ભાગના લોકો એ નહિ જાણતા હોય કે જે ઇન્ટરનેટ તે વાપરે છે તે હકીકતમાં કામ કઈ રીતે કરે છે, તે શુ છે, ને તેને બનાવનાર કોણ છે.


ઇન્ટરનેટ એટલે શું? (What is the meaning of Internet)

સૌથી પહેલા આપણે એ જાણીશું કે Internet એટલે શું? આખી દુનિયામાં રહેલા કોમ્પ્યુટરોને એકબીજા સાથે જોડતું નેટવર્ક એટલે ઇન્ટરનેટ જેનો ઉપયોગ વર્લ્ડ વાઈડ વેબની સહાયતાથી કરી શકાય છે. સરળ શબ્દોમાં કહીએ તો જયારે એક કોમ્પ્યુટરથી બીજા કમ્પ્યુટરમાં માહિતીની આપ-લે કરવા માટે આપણે જેનો ઉપયોગ કરીએ છીએ તે નેટવર્કનું પણ નેટવર્ક એટલે ઇન્ટરનેટ. આ આખી પ્રક્રિયામાં એક કમ્પ્યુટર દુનિયાના એક છોડેથી બીજા છોડે રહેલા કમ્પ્યુટર સાથે ઈન્ટરેક્ટ કરી શકે છે.


ઇન્ટરનેટ એટલે બે કે તેથી વધુ કમ્પ્યુટર વચ્ચેનું જોડાણ છે. ઇન્ટરનેટની મદદથી તમે દુનિયાના કોઈપણ ખૂણે રહેલ વ્યક્તિ કે જગ્યાની માહિતી તમારી સ્ક્રીન પર મેળવી શકો છો. ઈન્ટરનેટને ઘણીવાર " નેટવર્ક નું નેટવર્ક " તરીકે પણ ઓળખવામાં આવે છે. શું તમે લોકો જાણો છો કે આપણી પાસે ઈન્ટરનેટ કોણ પહુંચાડે છે? આપણી પાસે ઈન્ટરનેટ પહોંચાડવાનું કામ ISP કરે છે જેનું પૂરું નામ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર (Internet Service Provider) છે. સરળ શબ્દોમાં કહીએ તો જિઓ, વીઆઈ, બીએસએનએલ, વગેરે જેવી કંપની કે જેને સર્વિસ પ્રોવાઇડર તરીકે પણ ઓળખવામાં આવે છે.


ઇન્ટરનેટનો ઇતિહાસ અને તેને કોણે શોધ્યું?

આમ તો ઇન્ટરનેટનો ઇતિહાસ ખૂબ મોટો છે, જેમાં પ્રથમ નામ "સોવિયેત યુનિયન" આવે છે. જેણે 1957 માં એક માનવ સર્જિત સેટેલાઇટ લોન્ચ કર્યું હતું. આ સમય દરમિયાન અમેરિકા પણ સેટેલાઇટ બનાવી રહ્યું હતું પરંતુ સોવિયત યુનિયનને અમેરિકાની પહેલા લોન્ચ કરી દીધું હતું. આ ઘટના બાદ સાલ 1958 માં અમેરિકા દ્વારા ARPA નામની એજેંસીનું ગઠન કરવામાં આવ્યું. આ એજેંસીના ગઠન કરવા પાછળનું કારણ અમેરિકાને સાયન્સ અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં અન્ય દેશો કરતા આગળ કરવાનું હતું. આ સમયના કમ્પ્યુટરની સાઈઝ ખુબ મોટી હતી તે એક રૂમ જેવડી હતી અને ત્યારે તેમની પાસે એકથી વધારે કોમ્પ્યુટર્સને જોડવા માટે કોઈ નેટવર્ક પણ નહોતું.


આ સમસ્યાને દૂર કરવા માટે ARPA એ ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ ટેક્નોલોજી ઓફિસનું નિર્માણ કરવામાં આવ્યું અને તેના વડા તરીકે જે.સી.આર. લિક્લાઇડરની વરણી કરવામાં આવી હતી. તે એક અમેરિકન સાયકોલોજિસ્ટ અને કમ્પ્યુટર સાયન્ટિસ્ટ હતા. જે.સી.આર. લિક્લાઇડર એ IPTO ખાતે લોરેન્સ રોબર્ટ્સ  સાથે મળી નેટવર્ક બનાવવાનું કામ શરુ કર્યું હતું. ખુબ સંશોધન બાદ 29 સપ્ટેમ્બર , 1969 ના રોજ ARPANET ની શરૂઆત થઈ હતી જેને આજના ઈન્ટરનેટનું શરૂઆતી નેટવર્ક કહી શકાય.


ARPANET દુનિયાનું પહેલું ઈન્ટરનેટ (Internet) કનેક્શન બન્યું જેમાં TCP (ટ્રાન્સમિશન કન્ટ્રોલ પ્રોટોકોલ) અને IP (ઇન્ટરનેટ પ્રોટોકોલ) રુલ લાગુ કરવામાં આવ્યા. આમ સમસ્ત દુનિયામાં ઇન્ટરનેટનો વિસ્તાર થવો તે ARPA ની દેન છે. ત્યારબાદ 1973 માં એન્જિનિયર્સ અને વૈજ્ઞાનિકો એ ARPANET ને પેકેટ રેડિઓ સાથે જોડવાનું નક્કી કર્યું જેનો ઉપયોગ ડેટા ને દૂર સુધી સંચારિત કરવા માટે થાય છે. આની પર ઘણા વર્ષો સુધી કામ કર્યા બાદ દુનિયાભરના અનેક નેટવર્ક સાથે જોડાયા પછી તેનું નામ ઇન્ટર નેટવર્કિંગ રાખવામાં આવ્યું, જેનું શોર્ટ ફોર્મ એટલે આજનું ઈન્ટરનેટ. સાલ 1989 માં ટિમ બર્નર્સ લી (Tim Berners-Lee) નામના વૈજ્ઞાનિકે એક નવી સિસ્ટમ તૈયાર કરી જેને WWW એટલે કે વર્લ્ડ વાઈડ વેબ (World Wide Web) નામ આપવામાં આવ્યું.


અત્યાર સુધીના આર્ટિકલમાં આપણે ઇન્ટરનેટ શું છે, તેને કોણે શોધ્યું અને ક્યારે શોધ્યું તે આપણે જોયું અને જાણ્યું. સાથે આપણે ઇન્ટરનેટનો ઇતિહાસ પણ જાણ્યો કે ઇન્ટરનેટના શોધની શરૂઆત ક્યારે થાય અને અત્યાર સુધીમાં કોને કેટલું યોગદાન આપ્યું છે. હવે આપણે ઇન્ટરનેટ ના ફાયદા અને નુકશાન વિષે જાણીશું.


ઇન્ટરનેટ ના ફાયદા અને ગેરફાયદ


ફાયદાઓ

  • સૌપ્રથમ ઇન્ટરનેટની મદદથી તમે કોઈપણ જગ્યાએથી માત્ર થોડી જ સેકન્ડમાં એક જગ્યાએ થી બીજી કોઈ જગ્યાએ માહિતીની આપ - લે કરી શકો છો. જેમકે Gmail, Whatsapp જેવા આપ્લિકેશનનો ઉપયોગ કરીને માહિતીની આપ - લે કરી શકીએ છીએ. Google પર જઈને તમે કોઈ પણ માહિતી માત્ર થોડીજ સેકન્ડમાં મેળવી શકો છો અને કોઈ એક દેશથી બીજા દેશ વિડિઓ કોલ કરીને વાત ચિત્ત પણ કરી શકો છો.
  • ઇન્ટરનેટના આવ્યા બાદ તેની મદદથી દુનિયાના કોઈપણ દેશમાં બનતી ઘટનાની જાણકારી ઓનલાઇન ન્યૂઝ કે સોશ્યિલ મીડિયાના માધ્યમ થી આપણે ઘરે બેસીને આપડા કમ્પ્યુટર કે મોબાઈલ પર મેળવી શકીએ છીએ. પહેલાના સમયમાં આપણે લોકો માહિતીની આપ-લે  માટે ટપાલનો ઉપયોગ કરતા હતા જેમાં ટપાલને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે ઘણા બધા દિવસોનો સમય લાગતો હતો. જયારે આજના સમયમાં ઇન્ટરનેટની સહાયતાથી આપડે થોડીકજ વારમાં માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકીએ છીએ.
  • પહેલાના કરતા આજના સમયમાં શિક્ષણ ક્ષેત્રે ઘણો ફાયદો થયો છે. કારણ કે આજે કોઈ પણ વ્યક્તિ કે જે ગરીબ હોય કે અમીર તે પોતાના મોબાઈલ કે કમ્પ્યુટર પર ઇન્ટરનેટનો ઉપયોગ કરીને શિક્ષા મેળવી શકે છે અને એ પણ ફ્રી માં. હાલના સમયે ઇન્ટરનેટ ઉપર ઘણી વેબસાઈટ ઉપલબ્ધ છે જે તમને ફ્રી માં એડયુકેશન આપે છે. માટે જે વ્યક્તિ ઓનલાઇન એક પણ રૂપિયો ખર્ચ્યા વગર કૈક નવું શીખવા માંગે છે તે શીખી શકે છે.
  • ઇન્ટરનેટ એક માહિતીનો ખજાનો છે જ્યાં તમે કોઈપણ માહિતી ખૂબ સહેલાઇથી મેળવી શકો છો. જેમ શિક્ષણ ક્ષેત્રે ઇન્ટરનેટના આવવાથી ફાયદો થયો તેમજ વેપારના ક્ષેત્રમાં પણ આપણે ઇન્ટરનેટનો ફાયદો જોઈ શકીએ છીએ. વેપારના ક્ષેત્રમાં જ્યાં પહેલાના સમયમાં બધા લોકો ફિઝિકલી દુકાને જઈને ખરીદી કરતા હતા અને હાલના સમયમાં બધા ઘરે બેઠા ઓનલાઇન એમેઝોન, ફ્લિપકાર્ટ, વગેરે વેબસાઈટ પર જઈને ખરીદી કરે છે.


ગેરફાયદા

  • જેમ ઇન્ટરનેટના ફાયદાઓ છે તેમજ તેના ઘણા બધા ગેરફાયદા પણ છે. સૌથી પહેલો ગેરફાયદો અથવાતો નુકશાન એ છે કે બધા લોકો ઇન્ટરનેટનો ઉપયોગ ખોટી રીતે કરવા લાગ્યા છે. આપણે જાણીએ છીએ કે કોઈપણ વસ્તુનો હદથી વધારે ઉપયોગ આપણી હેલ્થ માટે ખરાબ હોય છે એ પછી આપણી મેન્ટલ હેલ્થ રિલેટેડ હોય કે ફૃયસિકલ હેલ્થ રિલેટેડ. અત્યારના સમયમાં બધા હદથી વધારે સોશ્યિલ મેડિયાનો વધારે ઉપયોગ કરવા મંડ્યા છે જેની લીધે બધા કલાકો સુધી મોબાઈલ વાપરે છે જેની લીધે આપડી આંખને નુકશાન થાય છે સાથે બાળકો બારે ગ્રાઉન્ડમાં રમવાને બદલે ઇન્ટરનેટ પણ ગેમ્સ રમતા હોય છે જેથી તેમનો શારીરિક વિકાસ નથી થતો આ બધાથી આપણા શરીરને ઘણું નુકશાન થાય છે.
  • જયારે આપણે કોઈ વેબસાઈટ કે સોશિયલ મીડિયાના કોઈ એપ નો ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે તે વેબસાઈટ કે એપ પર આપડો ઘણો બધો પર્સનલ ડેટા સેવ થતો હોય છે જેનો કોઈ પણ સોફ્ટવેર એક્સપર્ટ કે હૅકર્સ દ્વારા ચોરી થવાનો ખતરો હોય છે. આપડા ડેટા ચોરી થઈ જવાથી આપડી સાથે ઓનલાઇન ફ્રોડ પણ થઇ શકે છે, હાલમાં આવા ઓનલાઇન ક્રાઇમમાં ઘણો બધો વધારો થાય ગયો છે.
  • જેમ ઇન્ટરનેટની મદદથી આપણે કોઈપણ દેશની જાણકારી ઓનલાઇન ન્યૂઝના માધ્યમથી મેણવી શકીએ છી ત્યારે ઘણા બધા સ્કેમર ખોટી ન્યૂઝ પણ ફેલાવતા હોય છે જેથી આપણી પાસે ખોટી માહિતી પહુંચતી હોય છે. આ એક ઇન્ટરનેટનો ખુબ મોટો ગેરફાયદો કહી શકાય કેમકે આની ઉપર રોક લગાવવો ખુબ મુશ્કેલ છે.

આ પણ વાંચો :- શું તમને ખબર છે કે માલવેર તમારા ફોનમાં કઈ રીતે ઘૂસે છે?


ઇન્ટરનેટ કનેક્શનના પ્રકાર (Types of Internet Connection)


Types of Internet Connections

ઇન્ટરનેટના ફાયદા અને નુકસાન બંને આપણે જોયા. હવે આપણે ઈન્ટરનેટ કનેકશનના કેટલા પ્રકારો હોય છે તે આપણે જાણીશું. ઈન્ટરનેટ કનેકશન એ એક માધ્યમ હોય છે જેના થકી કોઈપણ વ્યક્તિગત ઉપકરણ અથવા સ્થાનિક નેટવર્ક્સ વૈશ્વિક ઈન્ટરનેટ સાથે જોડાયેલા હોય છે, જે તેમને ડેટા ની આપ - લે કરવા માટેની પરવાનગી આપે છે. આપણે અહીંયા વિવિધ પ્રકારો વશે માહિતી મેળવીશું.


ડાયલ - અપ કનેક્શન (Dial-Up Connection)

ડાયલ - અપ કનેક્શન એ ખૂબ સસ્તું અને ટ્રેડિશનલ કનેક્શન પ્રકાર છે જેનો હાલના સમયમાં ઉપયોગ ના બરાબર છે, કેમ કે આ પ્રકારમાં કનેકશન ખુબજ ધીમું હોય છે. આ કનેકશન સ્થાપિત કરવા માટે મોડેમ નો ઉપયોગ કરવામાં આવે છે, આપણા કમ્પ્યુટર અને ISP સર્વર વચ્ચે મોડેમ નો ઉપયોગ કરીને કનેકશન સ્થાપિત કરવામાં આવે છે. ડાયલ - અપ કનેકશનમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરવા માટે પહેલા આપણે આપણા કમ્પ્યુટર પાર ફોને નંબર ડાયલ કરવાનો હોય છે અને તેથીજ તેને ટેલિફોન કનેકશન ની જરૂર હોય છે. આ કનેકશન પ્રકારમાં ડાયલ - અપ સેટ કરવા માટે મોડેમની જરૂર પડતી હોય છે. આ જોડાણમાં એક સમયે ઇનેટરનેટ કનેકશન અથવા ટેલિફોન બંને માંથી એકનોજ ઉપયોગ કરી શકો છો.


બ્રોડબેન્ડ કનેકશન (Broadband Connection)

આ કનેકશન ટ્રેડિશનલ ડાયલ - અપ કનેકશન કરતા વધુ ઝડપી હોય છે. આ જોડાણ માં આપણે કોઈપણ પ્રકારના ટેલિફોન કનેકશનની જરુરીઆત હોતી નથી, અને તેથીજ આપણે ટેલિફોન અને ઈન્ટરનેટ કનેકશન બંનેનો એક સાથે ઉપયોગ કરી શકીએ છીએ. આ કનેકશનમાં એક કરતા વધારે વ્યક્તિ એકી સાથે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે. આ જોડાણમાં, કોએક્સિયલ કેબલ, ઓપ્ટિકલ ફાઈબર કેબલ, રેડિયો અથવા ટ્વિસ્ટેડ પેર કેબલનો ઉપયોગ થાય છે.


ડિજિટલ સબસ્ક્રાઇબર લાઈન (DSL - Digital Subscriber Line)

ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇન ટેલિફોન લાઇન દ્વારા ઇન્ટરનેટ કનેક્શન પૂરું પાડે છે. ડીએસએલ એ બ્રોડબેન્ડ કૉમ્યૂનિકેશનનું એક સ્વરૂપ છે. DSL એ રાઉટર નો ઉપયોગ કરે છે માહિતી ની આપ - લે કરવા માટે કરે છે આને આની કનેકશન સ્પીડ રેન્જ 128k થી 8Mbps ની વચ્ચે હોય છે.


કેબલ (Cable)

આ એક બ્રોડબેન્ડ ઍક્સેસ કેબલ મોડેમ નું સ્વરૂપ છે જે ખુબ ઝડપી ઇન્ટરનેટ ઍક્સેસ સ્પીડ પ્રદાન કરે છે. આ ઇન્ટરનેટ કનેકશન પ્રદાન કરવા માટે કેબલ મોડેમ નો ઉપયોગ કરે છે અને આની સ્પીડ રેન્જ 512k થી 20Mbps સુધીની હોય છે.


સેટેલાઈટ કનેક્શન (Satellite Connection)

આ પ્રકારના કનેકશન મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારોમાં પ્રદાન કરવામાં આવે છે જ્યાં હાજી સુધી બ્રોડબેન્ડ કનેકશન આપવામાં આવ્યું નથી. આ સેટેલાઈટનો ઉપયોગ કરે છે કનેકશન પ્રદાન કરવા માટે. આમાં પહેલા સિગ્નલ પૃથ્વી પરથી ઉપગ્રહ એટલે કે સેટેલાઇટ સુધી મોકલવામાં આવે છે અને ફરી ત્યાંથી પાંચ આવે છે, આ આખી પ્રક્રિયામાં લાંબી દુરીનાં કારણે વિલંબિત જોડાણ પૂરું પાડે છે. સેટેલાઇટ કનેકશન સ્પીડ/ઝડપ રેન્જ 512k થી 2.0Mbps સુધીની હોય છે.


વાયરલેસ કનેક્શન (Wireless Connection)

આ પ્રકારના કનેક્શનમાં ઇન્ટરનેટથી કનેક્ટ થવા માટે કોઈપણ પ્રકારના ટેલિફોન લાઈન અથવા કેબલનો ઉપયોગ કરવામાં આવતો નથી. વાયરલેસ કનેકશન ઈન્ટરનેટથી કનેક્ટ થવા માટે રેડિયો ફ્રિક્વેનસી ફ્રીક્વન્સી બેન્ડનો ઉપયોગ કરે છે. આ કનેકશન અપને ગમે ત્યાંથી ઍક્સેસ કરી શકીએ છીએ અને આને ઝડપ રેન્જ 5Mbps થી 20Mbps સુધીની હોય છે. આ હંમેશા માટે ચાલુ રહેતું કનેકશન છે.


શું તમે જાણો છો કે ભારતમાં ઇન્ટરનેટ ની શરૂઆત ક્યારે અને કોણે કરી?

ભારતમાં ઈન્ટરનેટ ની શરૂઆત 15 ઓગસ્ટ 1995ના રોજ વિદેશ સંચાર નિગમ લિમિટેડ (VSNL) કંપની દ્વારા કરવામાં આવી હતી.


નિષ્કર્ષ

Internet વિશેના આ આર્ટિકલમાં આપણે ઘણી બધી માહિતી મેળવી, જેમ કે ઈન્ટરનેટ એટલે શું?, તેનો ઇતિહાસ અને તેને બનાવનાર કોણ હતું અને ક્યારે બનાવવામાં આવ્યું?, અને તે આપડા જીવનમાં કેટલો ફાયદો પહુંચાડે છે અને કેટલું નુકશાન કરે છે એ પણ આપડે જોયું. આ બધી જાણકારી મેળવ્યા બાદ આપણે ઈન્ટરનેટ કન્નેકશનના પ્રકારો કેટલા અને કયા - કયા છે તેના વિશે પણ માહિતી મેળવી. આજના આ આર્ટિકલમાં આપણે ઈન્ટરનેટ વિશેની ઘણી બધી જાણકારી મેળવી, જે તમને પસંદ આવી હશે.

ટિપ્પણી પોસ્ટ કરો

Post a Comment (0)

વધુ નવું વધુ જૂનું