માલવેર એટલે શું? (What is Malware?)
માલવેર એટલે કે દૂષિત સોફ્ટવેર જેને કોઈપણ અન્ય સોફ્ટવેર, ફાઈલ કે સર્વરને નુકશાન પહોચાડવા માટે સાયબર ક્રિમિનલ્સ દ્વારા બનાવવામાં આવે છે. સાયબર ક્રિમિનલ્સ એ એવી વ્યક્તિ કે ટીમ હોય છે જે કમ્પ્યુટર, નેટવર્ક, કે ડિજિટલ ઉપકરણો નો ઉપયોગ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હોય છે. આવા ક્રિમિનલ્સ ને આપણે હેકર તરીકે પણ ઓળખીએ છીએ. દૂષિત સોફ્ટવેરનો ઉપયોગ કરીને હૅકર્સ કમ્પ્યુટર કે કોમ્પ્યુટર સિસ્ટમમાં રહેલા ડેટા ને ચોરે કે નુકશાન પહોંચાડે છે અથવા તેને ઉડાવી નાખે છે. વાયરસીસ, વોર્મ્સ, ટ્રોજન વાયરસીસ, સ્પાયવેર, અને રેનસોમવેર વગેરે સામાન્ય માલવેરના ઉદાહરણો (Malware Examples) છે.
માલવેર આપણી સિસ્ટમમાં ઘૂસી ને શુ કરી શકે છે? | What can malware do?
- ડેટા ને ચોરી કરવા અથવા નુકસાન પહોંચાડવું
- કમ્પ્યુટર અથવા કમ્પ્યુટર સિસ્ટમનો નાશ કરે છે
- આપણા પર્સનલ ડેટા ની ચોરી
માલવેરના પ્રકારો | Types of Malware
- વાઇરસ
- વૉર્મ
- ટ્રોઝન હોર્સ
- સ્પાયવેર
- રેન્સમવેર
- રૂટકીટ
- એડવેર
- કીલોગર્સ
- બોટનેટ
- ફાઇલલેસ માલવેર
- ક્રિપ્ટોજેકર્સ
માલવેર કેવી રીતે શોધવું | How to detect malware
આપણું કમ્પ્યુટર માલવેરથી ઈંફેકટેડ છે કે નહિ તે શોધવા માટે નીચે આપેલા સામાન્ય લક્ષણો નો ઉપયોગ કરી શકીએ છીએ.
- જો તમારા કમ્પ્યુટર સિસ્ટમમાં Malware પ્રવેશ કરી ચુક્યો હશે તો તમારા કોમ્પ્યુટરની કામ કરવાની ગતિ ધીમી થઇ જશે. કારણકે માલવેર તમારા સિસ્ટમની બધી સ્ટોરેજ ફુલ કરી નાખશે જેથી કરીને સિસ્ટમની વૉરકિંગ સ્પીડ ધીમી થઇ જશે.
- જો કમ્પ્યુટરમાં કોઈપણ સોફ્ટવેર કે કોઈ અન્ય પ્રોગ્રામ આપમેળે ઓપન થવા લાગે અથવા સિસ્ટમ પોતે પોતાની રીતે વર્ક કરવા લાગે તો તે માલવેરથી ઈંફેકટેડ હોય શકે છે.
- ઘણી વખત એવું પણ બનતું હોય છે કે માલવેરથી ઈંફેકટેડ કમ્પ્યુટર, મોબાઈલ કે કોઈ અન્ય સિસ્ટમમાં અચાનક અજાણ્યા એપ્લિકેશન ઇન્સટોલ થઈ જતા હોય છે જે કોમ્પ્યુટરના યુઝર દ્વારા કરેલા નથી હોતા.
- માલવેર એટેક માં ઘણી વખત એવું બન્યું છે કે યુઝર ના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ ને કોઈ અન્ય અનધિકૃત વ્યક્તિ હૅન્ડલ કરવા લાગે છે. જો કોઈપણ વ્યક્તિને પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર કોઈ એવી પોસ્ટ નજરમાં આવે છે જે તેને પોસ્ટ નથી કરી તો આ એક માલવેર અટેક પણ હોય શકે છે ને તમારું કમ્પ્યુટર કે સિસ્ટમ માલવેરથી દુષિત હોય શકે છે.
- તમારી પરવાનગી વગર તમારી સિસ્ટમની સેટિંગ્સમાં ફેરબદલ થઈ જવા કે પછી કોઈ પણ જાતની પ્રાઇવસી સેટિંગ માં ફેરફાર થવા એ પણ એક માલવેર નું લક્ષણ છે, જે એ તરફ ઈશારો કરે છે કે તમારું કોમ્પ્યુટર સિસ્ટમ કે મોબાઈલ ઇન્ફેકટેડ છે.
માલવેરથી બચવા માટે શું કરવું જોઈએ? | What to do to avoid malware?
- સૌથી પહેલા તો એન્ટી વાયરસ સોફ્ટવેર ને તમારા કમ્પ્યુટર કે સિસ્ટમ માં ઇન્સ્ટોલ કરો જે તમારી સિસ્ટમને સ્કેન કરીને તેને માલવેર જેવા દુષિત વાયરસો થી બચાવે છે.
- આપણે આપણા કમ્પ્યુટર કે મોબાઈલ ને હંમેશા અપડેટ રાખવું જોઈએ જેથી કરી કોઈપણ ખરાબ સોફ્ટવેર આપણા મોબાઈલમાં પ્રવેશ ના કરી શકે. કેમકે જેમ આપડા મોબાઈલ ની સિસ્ટમ જૂની થતી જશે તેમ હૅકર્સ તે સિસ્ટમને અનુરૂપ માલવેર બનાવીને અટેક કરશે જેનાથી બચવા સિસ્ટમ ઉપડૅટ રાખવી જરૂરી છે જેમ આપણે સિસ્ટમ ને વારંવાર ઉપડૅટ કરતા રહીશુ ત્યાં સુધી હૅકર્સ આપણે માલવેર થી ઈનફેક્ટ નહિ કરી શકે.
- ઘણી વખત આપણા ઈ મેલ માં નાકમાં મેલ આવતા હોય છે જેમાંથી ઘણા માં કોઈપણ પ્રકારની લિંક આપેલી હોય છે, તેવા સ્પામ મેલ થી પણ આપણે બચવું જોઈએ અને અજાણી લિંક પર ક્લિક ના કરવું જોઈએ.
- હંમેશાની માટે આપણે કોઈપણ પ્રકારના વાયરસ થી કે કોઈ હેકર્સ થી બચવા માટે બધી સાઈટ કે સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર આપનો પાસવૉર્ડ સ્ટ્રોંગ હોવો જરૂરી છે જેથી કોઈ તેને ક્રેક ના કરી શકે અને સાથે આપણે તે પાસવર્ડ ને ટાઈમ ટુ ટાઈમ ચેન્જ પણ કરવો જોઈએ.
- ફાયરવોલ નો ઉપયોગ તમારી સિસ્ટમને માલવેરથી બચાવવા કરવો જોઈએ. આ ફાયરવોલ એક દીવાલ જેવું કામ કરે છે જે સિસ્ટમ ને માલવેર થી રક્ષણ કરે છે. આ એન્ટી વાઇરસ ની સરખામણીમાં સારી રીતે કામ કરે છે ને સિસ્ટમ ને માલવેર જેવા દુષિત સોફ્ટવેર થી કમ્પ્યુટર ને બચાવે છે.
નિષ્કર્ષ
આજના આર્ટિકલમાં આપણે માલવેર એટલે શું તેના વિશે માહિતી મેળવી અને તે સિસ્ટમમાં ઘૂસીને શું કરે છે તે પણ જોયું. માલવેરના ઘણા બધા પ્રકારો હોય છે જેમકે વાયરસ, વોર્મ્સ, ટ્રોઝન હોર્સ, વગેરે જેના વિશે પણ આપણે માહિતી મેળવી. આ આર્ટિકલમાં આપણે એ જાણકારી પણ મેળવી કે આપણી સિસ્ટમમાં રહેલા માલવેર ને શોધવું કઈ રીતે અને તેનાથી કઈ રીતે બચવું.
ટિપ્પણી પોસ્ટ કરો