ટ્રોજન વાયરસ શું છે? | Trojan virus
ટ્રોજન વાયરસ એ એક પ્રકારનો માલવેર હોય છે જેનો ઉદ્દેશ્ય તમારી સિસ્ટમમાં ઘૂસીને ડેટા ચોરી કરવાનો, તેને નુકશાન પહોંચાડવાનો અને તમારી ગતિવિધિ ઉપર નજર રાખવાનો હોય છે. Trojan Virus એક એવો માલવેર છે જે આપણે જોવામાં આપણા કામનો પ્રોગ્રામ હોય તેવું પ્રતીત કરાવે છે દાખલા તરીકે જયારે આપણે કોઈ વેબસાઈટ સ્ક્રોલ કરતા હોઈએ છીએ ત્યારે ઘણા પૉપ - અપ મેસેજ આવે છે કે તમારો મોબાઈલ કે કમ્પ્યુટર ખુબ સ્લો છે તેને ઝડપી બનાવવા માટે અહીંયા ક્લિક કરો, તમારા કોમ્પ્યુટરમાં રહેલા તમામ વાયરસ આ સોફ્ટવેર ની મદદથી દૂર થઇ જશે, વગેરે જેવા મેસેજ ના ફોર્મમાં દેખાય છે ને જયારે આપણે આપેલી લિંક પર ક્લિક કરીએ છીએ ત્યારે તે ટ્રોજન વાયરસ આપડી સિસ્ટમમાં એન્ટ્રી કરી લે છે.
ટ્રોજન હોર્સ (Trojan Virus) આપણા ઇમેઇલ માં છુપી રીતે એટેચ કરેલા હોય છે. આનાથી બચવાનો માત્ર એકજ ઉપાય છે કે આપણે હંમેશા ભરોસાપાત્ર વેબસાઈટ પરજ જવું અને ત્યાંથીજ કૈક ડાઉનલોડ કરવું. અન્ય કોઈ અજાણી સાઈટ પરથી કોઈપણ વસ્તુ ઇન્સ્ટોલ ના કરવી અને બને ત્યાં સુધી દુષિત સાઈટ વિઝિટ કરવી નહિ.
ટ્રોજન વાયરસ નો ઇતિહાસ | Trojan Virus History
Trojan Horse શબ્દ પ્રાચીન ગ્રીક વાર્તા જેનું નામ ટ્રોજન હોર્સ કે લાકડાનો ઘોડો છે તેના પરથી ઉતરી આવ્યો છે. આ એક કથા છે જેમાં ગ્રીક સૈનિકોએ ટ્રોય(તે હાલના તુર્કીના ઉત્તર-પશ્ચિમ એન્ટોલિયામાં સ્થિત એક શહેર હતું) શહેરમાં પ્રવેશ કરવા માટે લાકડાનો એક મોટો ઘોડો બનાવ્યો હતો જે ઘોડાના પેટમાં તે સૈનિકો બેસીને શહેરમાં પ્રવેશ્યા હતા. આ ઘોડાને શહેરમાં રાખવામાં આવ્યો હતો જેમાં 30 સૈનિકો છુપાયેલા હતા, રાત ના સમયે તે બધા સિપાહીઓ બહાર નીકળ્યા અને શહેરના બધા દ્વાર ખોલી નાખ્યા અને આખા શહેર ઉપર કબ્જો કરી લીધો ને યુદ્ધ જીતી લીધું હતું.
ટ્રોજન કેવી રીતે કામ કરે છે | How Trojan Virus Work
કમ્પ્યુટર વાયરસ અને વોર્મ્સ થી વિપરીત ટ્રોજન દેખાય શકતો નથી, આ વાયરસને ઉપકરણ ની સિસ્ટમ ઉપર હુમલો કરવા માટે ઇન્સ્ટોલ કરેલો હોવો જરૂરી છે. આ વાયરસ પોતાને ભરોસાપાત્ર પ્રોગ્રામ તરીકે દેખાડે છે. એકવાર આ પ્રોગ્રામ ઇન્સ્ટોલ થઇ ગયા પછી, તે સિસ્ટમમાં ઘણા બધા નુકશાન પહુંચાડે છે જેમકે માહિતીની ચોરી, સિસ્ટમની કામગીરીમાં ખલેલ પોચાડવુ અને તમારા સિસ્ટમનું રિમોટ ઍક્સેસ સાયબર ક્રિમીનલ ને આપવું, વગેરે.
ટ્રોજન સિસ્ટમમાં ઘુસવા માટે સોશિયલ એન્જિનિયરિંગ પદ્ધતિનો ઉપયોગ કરે છે અને વારંવાર માલવેર ઇન્સ્ટોલ કરાવવવા માટે ફિશિંગ ઇમેઇલ કે નકલી સોફ્ટવેર અપડેટ જેવી યુક્તિઓ નો પ્રયોગ કરે છે. આમ કાયદેસર રીતે દેખાતા ઇમેઇલ કે તેની સાથે એટેચ ફાઈલો દ્વારા ટ્રોજન ફેલાય છે, આ શક્ય બને તેટલા લોકોના ઇનબૉક્સ સુધી પહોંચવા માટે સ્પામ કરવામાં આવે છે.
ટ્રોજન માલવેરથી સંક્રમિત કમ્પ્યુટર તેને અન્ય કોમ્પ્યુટરમાં પણ ફેલાવી શકે છે. હૅકર્સ ઉપકરણને ઝોમ્બી કોમ્પ્યુટરમાં ફેરવી નાખે છે, જેનો અર્થ છે કે તેઓ ઉપયોગકર્તા ની જાણ બાર તે સિસ્ટમની રિમોટ ઍક્સેસ પોતે ધરાવે છે.
Trojan Virus સિસ્ટમમાં ઘૂસ્યા બાદ છુપાઈને ડેટાની સાથે છેડછાડ કરતા હોય છે, તેઓ એન્ટી વાયરસ સોફ્ટવેર થી બચવા માટે સિસ્ટમની સેટિંગમાં પણ ફેરફાર કરી શકે છે.
ટ્રોજન હોર્સ માલવેર ના પ્રકાર | Types of Trojan Malware
બેકડોર ટ્રોજન
બેકડોર ટ્રોજન એક એવા પ્રકારનું વાયરસ છે જે હેકર ને ઉપયોગકર્તા ના સિસ્ટમનું રિમોટ ઍક્સેસ આપી દે છે, જેનાથી તે ક્રિમીનલ તે ઇન્ફેકટેડ કમ્પ્યુટર સિસ્ટમને કંટ્રોલ કરી શકે છે.
બેંકર ટ્રોજન
આ ટ્રોજન બેંકિંગ માહિતીની ચોરી માટે બનાવવામાં આવે છે, આ બેંક ખાતાની વિગત, ક્રેડિટ કાર્ડ નંબર વગેરે સંવેદનશીલ માહિતીની ચોરી કરે છે.
ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાયલ-ઓફ-સર્વિસ (DDoS) ટ્રોજન
આ પ્રકારમાં ખુબ ટ્રાફિક દ્વારા નેટવર્કને ઓવરલોડ કરવામાં આવે છે. તે કોઈપણ એક કે એક કરતા વધારે કમ્પ્યુટર દ્વારા વધારે પડતી રિકવેસ્ટ મોકલવામાં આવે છે જેથી તે વેબ સર્વિસ બંદ પડી જાય છે અને તે ડેનિયલ ઓફ ઓફ સર્વિસ નો શિકાર થાય છે.
ડાઉનલોડર ટ્રોજન
ડાઉનલોડર ટ્રોજન એવા કોમ્પ્યુટર ને ટાર્ગેટ કરે છે જે પહેલેથી જ માલવેર દ્વારા ઇન્ફેકટેડ હોય, અને તેમાં વધુ દુષિત પ્રોગ્રામ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરે છે.
એક્સપ્લોઇટ ટ્રોઝન
એક્સપ્લોઇટ ટ્રોજન એક દુષિત કોડ કે પ્રોગ્રામ હોય છે જે કોમ્પ્યુટર કે કમ્પ્યુટર સિસ્ટમમાં રહેલ ખામીઓનો ઉપયોગ કરે છે. આ માલવેર ફિશિંગ મેઇલ પદ્ધતિ નો ઉપયોગ કરે છે ટાર્ગેટ યુઝર સુધી પહોચવા માટે. યુઝર સુધી પહોંચ્યા પછી તે સિસ્ટમમાં રહેલ ખામીઓનો ઉપયોગ કરે છે અને સ્પાયવેર જેવા મૉલવેરને ડિનાયલ-ઑફ-સર્વિસ (DoS) એટેક અથવા ઇન્સ્ટોલ કરવા માટે ઘૂસણખોરી કરે છે.
નકલી એન્ટીવાયરસ ટ્રોજન
નકલી એન્ટી વાયરસ એ એક માલવેર છે જે નકલી સુરક્ષા સ્કેન ચલાવીને અને તમારા ઉપકરણ પર નકલી કમ્પ્યુટર વાયરસ બતાવે છે અને પોતાને સાચા એન્ટી વાયરસ છે તેવું દેખાડે છે. ઘણી વાર આપણે જયારે કોઈ વેબસાઈટ વિઝિટ કરતા હોઈએ છીએ ત્યારે આપણે ઘણી વખત એડ દેખાતી હોય છે જેમાં બતાવવામાં આવે છે કે તમારા ઉપકરણમાં વાયરસ ડિટેક્ટ થાય છે તેને દૂર કરવા અહીંયા ક્લિક કરો અને આ એન્ટી વાઇરસ ડાઉનલોડ કરો, આ પણ એક નકલી એન્ટી વાઇરસ હોય શકે છે.
શોર્ટ મેસેજ સર્વિસ (SMS) ટ્રોજન
આ ટ્રોજન સંદેશાઓ મોકલવા અને અટકાવવા માટે મોબાઇલ ઉપકરણની SMS (શોર્ટ મેસેજ સર્વિસ) મેસેજિંગ સર્વિસનો ઉપયોગ કરે છે.
ગેમ-થિફ ટ્રોજન
ગેમ-થીફ ટ્રોજન એ ઓનલાઇન ગેમિંગ ના યુઝર નો ડેટા ચોરી કરવા માટે રચાયેલો છે. આ ટ્રોજન યુઝરની આઈડી અને પાસવર્ડ જેવી સંવેદનશીલ માહિતીની ચોરી કરે છે.
ટ્રોજન માલવેરના ઉદાહરણો | Trojan Malware Examples
ટાઈની બેન્કર (Tiny Banker)
ટાઈની બેન્કર ટ્રોજન એ Zeus Trojan નું સુધારેલું નવું વર્ઝન છે જેને ટૂંકમાં TBT કહેવામાં આવે છે અને આને ટીંબા (Tinba) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક બેન્કિંગ ટ્રોજન છે જે નાણાકીય ખાતાઓની માહિતી ચોરી કરે છે. ટીંબા અન્ય માલવેર કરતા ખુબ નાના હોય છે.
ઝિયસ અથવા ઝબોટ (Zeus or Zbot)
ઝિયસ એક પ્રચલિત બેન્કિંગ ટ્રોજન છે જે કીલોગીંગ ટેક્નિક નો ઉપયોગ કરીને લોગીન માહિતી તથા અન્ય સંવેદનશીલ માહિતીની ચોરી કરે છે. આ ટ્રોજાનને જુલાઈ 2007 માં પ્રથમ વખત ઓળખવામાં આવ્યું હતી.
ક્રિપ્ટોલોકર (CryptoLocker)
ક્રિપ્ટો લોકર ટ્રોજન ઈમેલ એટેચમેન્ટ અને ખરાબ પ્રકારની સાઈટ દ્વારા ફેલાવવામાં આવે છે. આ રેન્સમવેરનું સામાન્ય સ્વરૂપ છે જે 2013 માં બહાર આવ્યું હતું.
ટ્રોજન વાયરસથી સિસ્ટમને કેવી રીતે બચાવવું | How to protect yourself from Trojan viruses
ટ્રોજન વાયરસ કે કોઈપણ બીજા માલવેર થી બચવા માટે તમારા ઉપકરણને હંમેશા અપટૂડેટ રાખો તથા તમારા કમ્પ્યુટર અથવા મોબાઇલ માં રહેલા તમામ એપ્લિકેશન ને અપડેટ રાખો અને સિસ્ટમને પણ અપડેટ રાખો જેથી કોઈ પણ પ્રકારનો માલવેર તમારા જુના સિસ્ટમમાં રહેલ ખામીનો ઉપયોગ કરી તમારા ઉપકરણમાં પ્રવેશી ના શકે.
માલવેર ઇમેઇલ દ્વારા પણ આપણી સિસ્ટમમાં ફેલાવવામાં આવતા હોય છે એટલે આપણે હંમેશા આપણા મેલ માં અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલાવેલ મેલ ને ખોલવામાં ધ્યાન રાખવું જોઈએ અને તેમાં એટેચ ફાઈલ ને પણ ડોઉનલોડ કરવાથી બચવું જોઈએ.
તમારા ઉપકરણમાં હંમેશા એન્ટી વાયરસ સોફ્ટવેર ને ઇન્સ્ટોલ રાખો અને તેને દરરોજ ઉપકરણને સ્કેન કરવાની મંજૂરી આપો જેથી કરીને તે તમારી સિસ્ટમને દરોજ સ્કેન કરીને સિસ્ટમમાં કોઈ વાયરસ નથી તે ખાતરી કરે.
આપડે જયારે ઈન્ટરનેટ પર કોઈ સાઈટ વિઝિટ કરીએ ત્યારે હંમેશાની માટે ધ્યાન રાખવું કે કોઈપણ પૉપ - અપ ઉપર ક્લિક ના કરવું અને બને તો કોઈ પણ વગર ભરોસા વળી સાઈટ પર ના જવું.
હંમેશા કોઈપણ એપ્લિકેશન કે સોફ્ટવેર ભરોસાપાત્ર સાઈટ ઉપરથીજ ડાઉનલોડ કરવા જોઈએ કારણ કે જયારે આપણે વગર ભરોસા વાડી સાઈટ પરથી કોઈ ફાઈલ કે સોફ્ટવેર ડાઉનલોડ કરતા હોઈ છી ત્યારે તેની સાથે તમારા ઉપકરણમાં વાયરસ આવી જવાની શક્યતા ખુબ વધી જતી હોય છે.
ટ્રોજન વાયરસ થી બચવા માટે શ્રેષ્ઠ એન્ટીવાયરસ | Best antivirus for trojan
- Malwarebytes
- Norton
- TotalAV
- NordVPN Threat Protection
- Bitdefender
નિષ્કર્ષ
આજે આપણે ટ્રોજન હોર્સ માલવેર વિષે ઘણી બધી માહિતી મેળવી જેમકે ટ્રોઝન વાયરસ શું હોય છે, તેનો ઇતિહાસ, તેના કેટલા પ્રકારો હોય છે, વગેરે ઘણું બધું અને છેલ્લે અમુક ટ્રોજન વાયરસ થી બચવા માટેના શ્રેષ્ઠ એન્ટીવાયરસ ના નામ પણ જોયા. આજના આર્ટિકલમાં આપેલી માહિતી આપને પસંદ આવી હશે અને આની મદદથી તમારા ટ્રોઝન વાયરસ ને લગતા બધા પ્રશ્નો સોલ્વ થઇ ગયા હશે એવી અમે આશા કરીએ છીએ.
ટિપ્પણી પોસ્ટ કરો