What is 5G? | 5G શું છે?
5G એ વાયરલેસ સેલ્યુલર ટેકનોલોજી ની પાંચમી પેઢી છે જેનું પૂરું નામ ફિફ્થ જનરેશન (5th Generation) થાય છે. 5G પેલાના નેટવર્ક ના પ્રમાણમાં વધુ ઉચી ડાઉનલોડ અને અપલોડ ની સ્પીડ, વધારે સારી વિશ્વસનીયતા અને સારી કનેક્ટિવિટી, વગેરે સુવિધા પ્રદાન કરે છે. 5G એ 4G અને બીજી બધી પેઢીના પ્રમાણમાં ખુબ ઝડપી અને સારી કનેક્ટિવિટી પ્રદાન કરે છે. તે 20 ગીગાબિટ્સ (Gbps) સુધીની સ્પીડ અને 10 મિલિસેકન્ડ કરતા પણ ઓછી લેટન્સી પ્રદાન કરે છે. 5G શોધ કોઈ એક વ્યક્તિ દ્વારા કરવામાં નથી આવી, પરંતુ આ ઘણી કંપનીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ના સહયોગનું પરિણામ છે.
5G માં ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ એટલે કે રેડિયો નો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં લો-બેન્ડ, મીડ-બેન્ડ, અને હાઈ-બેન્ડ આમ આ ત્રણ શ્રેણીનો ઉપયોગ કરવામાં આવે છે. 5G ને ભારતમાં 1 ઓક્ટોબર, 2022 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું.
વાયરલેસ સેલ્યુલર ટેકનોલોજી શું છે?
વાયરલેસ સેલ્યુલર ટેકનોલોજી એ વાયરલેસ કોમ્યુનિકેશન સિસ્ટમ છે જે મોબાઇલ ઉપકરણો ને ઈન્ટરનેટ સાથે જોડાણ કરવાની પરવાનગી આપે છે, તે કોલ્સ કરવાની, ટેક્સ્ટ મોકલવાની અને પ્રાપ્ત કરવાની પણ પરવાનગી આપે છે. આને સેલ્યુલર નેટવર્ક અથવા મોબાઇલ નેટવર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે.
મોબાઇલ નેટવર્કની પેઢીઓ (Generations of Mobile Networks)
1. પ્રથમ પેઢી (ફર્સ્ટ જનરેશન - 1G)
પહેલી જનરેશનના મોબાઈલ નેટવર્ક એનાલોગ રેડિયો સિસ્ટમ પર આધારિત હતા, જેમાં વપરાશકર્તા માત્ર ફોન કોલ કરી શકતા પણ ટેક્સ્ટ મેસેજ ને મોકલી કે મેળવી ન શકતા.
1G નેટવર્ક્સ માત્ર વૉઇસ કૉલ્સ માટે હતું તેમ કહી શકાય. આ નેટવર્ક ને કામમાં લેવા માટે આખા દેશ ભરમાં સેલ ટાવર્સ ને લગાવવામાં આવ્યા હતા, જેથી કરીને તે ઘણી લાંબી દુરી ને કવર કરી શકે. જોકે, તેમાં થોડા સેક્યુરીટી ઇસ્સુ હતા. દાખલ તરીકે, સેલનું કવરેજ ઘટી જતું, તે અન્ય રેડિયો સિગ્નલમાં દખલગીરી કરતુ અને એન્ક્રિપ્શનના અભાવના કારણે કોઈપણ હેક પણ કરી શકતું.
ઇતિહાસ:-
1G નેટવર્ક ને સૌપ્રથમ રજુ કરનાર દેશ જાપાન હતો, જેણે સાલ 1979 માં બીજા બધા દેશોની પહેલા ફર્સ્ટ જનરેશન નેટવર્ક ને દુનિયાની સમક્ષ રજુ કર્યું હતું. આ નેટવર્ક એ 1984 સુધીમાં આખા જાપાન ને કવર કરી લીધું હતું. ત્યારબાદ USA એ સાલ 1980 માં આને રજુ કર્યું હતું.
કેનેડાને 1980 ના દાયકામાં 1G નું કવરેજ મળ્યા બાદ અમેરિટેક એ પહેલું 1G નેટવર્ક ને 6 માર્ચ, 1983 ના રોજ US માં લોન્ચ કર્યું. અમેરિટેક એક કંપની છે જેને આપણે (AT&T Compnay) ના નામથી પણ ઓળખીએ છીએ.
સૌથી પહેલો ફોન વ્યાપારિક રીતે મોટોરોલા DynaTAC લોન્ચ કરવામાં આવ્યો હતો, જે પ્રથમ પેઢી લોન્ચ થયા બાદ તેજ તેજ વર્ષમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.
2. બીજી પેઢી (સેકન્ડ જનરેશન - 2G)
1G નેટવર્ક પરફેક્ટ ના હોવાના કારણે સાલ 1991 માં 2G ના લોન્ચ બાદ તેને રિપ્લેસ કરવામાં આવ્યું, પણ ત્યાં સુધી તેને ઉપયોગમાં લેવેમાં આવ્યું હતું.
2G નેટવર્ક એનાલોગ ની જગ્યાએ ડિજિટલ સિગ્નલનો ઉપયોગ કરતું હતું. જે એનાલોગ કરતા વધારે કેપેસિટી અને સિક્યુરિટી ધરાવતું હતું.
2G નેટવર્ક ની મદદથી વપરાશકર્તા SMS (શોર્ટ મેસેજ સર્વિસ) અને MMS (મલ્ટિમિડીયા મેસેજિંગ સર્વિસ) જેવી સુવિધાઓનો લાભ મેળવી શકતા. આ નેટવર્ક ને વ્યાપારિક રીતે GSM (ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ કૉમ્યૂનિકેશન) પર ફિનલેન્ડ (Finland) માં Radiolinja (એ હાલ Elisa oyj નો ભાગ છે) દ્વારા સાલ 1991 માં લોન્ચ કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ 2G નેટવર્ક મોબાઈલ ફોન નોકિયા 1011 ને માનવામાં આવે છે.
3. ત્રીજી પેઢી (થર્ડ જનરેશન - 3G)
3G એ વાયરલેસ મોબાઈલ કૉમ્યૂનિકેશન ટેક્નોલોજી ની ત્રીજી જનરેશન છે. સૌપ્રથમ 3G નેટવર્ક ને લોન્ચ કરનારો દેશ જાપાન હતો. જેણે 3G ને 1 ઓક્ટોબર, 2001 ના રોજ NTT Docomo એ જાપાનમાં લોન્ચ કર્યું હતું. તે પહેલા 1998 માં NTT Docomo એ આને પ્રી-કૉમર્શિયલી લોન્ચ કર્યું હતું.
થર્ડ જનરેશન નેટવર્ક એ ગ્લોબલ સેલ્યુલર કોમ્યુનિટી અને ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિઓન(ITU) ની વચ્ચેના સહયોગી પ્રયાસનું પરિણામ હતું.
ભારતમાં સૌપ્રથમ 3G મોબાઈલ અને ઈન્ટરનેટ સર્વિસ ને રાજ્યની માલિકીની કંપની, મહાનગર ટેલિકોમ નિગમ લિમિટેડ (MTNL) દ્વારા 11 ડિસેમ્બર, 2006 ના રોજ દિલ્હી અને મુંબઈ જેવા મેટ્રોપોલિટન શહેરોમાં શરુ કરવામાં આવી હતી.
આ નેટવર્ક ને હાલના સમયમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. 3G એ 2G ની સરખામણીમાં વધારે ઝડપી ડેટા ટ્રાન્સફર ની સેવા પ્રદાન કરતુ હતું. એનો અર્થ એ છે કે વપરાશકર્તા 3G ની મદદથી વિડિઓ કોલ કરવા, ફાઈલને શેર કરવી, ઈન્ટરનેટને વાપરવું, ઓનલાઇન ટીવી જોવી અને ગેમ્સ રમવી વગેરે જેવી સુવિધાનો લાભ લઇ શકીએ છીએ.
4. ચોથી પેઢી (ફોર્થ જનરેશન - 4G)
4G એ મોબાઇલ નેટવર્ક ની ચોથી પેઢી છે. દુનિયાની સૌપ્રથમ LTE સર્વિસ ને બે Scandinavian કેપિટલ સ્ટોકહોલ્મ (એરિક્સન એન્ડ નોકિયા સિમેન્સ નેટવર્ક્સ સિસ્ટમ) અને ઓસ્લો ( a Huawei સિસ્ટમ) માં 14 ડિસેમ્બર, 2009 ના રોજ ખુલ્લું મુકવામાં આવ્યું હતું અને તેને 4G ના નામે ઓળખાવવામાં આવ્યું હતું.
4G એ ચોથી બ્રોડબેન્ડ સેલ્યુલર નેટવર્ક ટેકનોલોજી છે જે IMT (ઇન્ટરનૅશનલ મોબાઈલ ટેલિકૉમ્યુનિકેશન અડવાન્સડ) માં ITU (ઇન્ટરનેશનલ ટેલિકૉમ્યુનિકેશન યુનિઓન) દ્વારા દર્શાવવામાં આવેલી ક્ષમતાઓ ઉપર આધારિત છે.
4G એ 3G કરતાં વધારે ઝડપી નેટવર્ક છે જેણે ટેલિકોમ્યુનિકેશન ફિલ્ડ ને એક અલગ જ લેવલ ઉપર લઇ આવ્યું છે. આ નેટવર્ક વોઇસ કોલ, વિડિઓ કોલ, વાયરલેસ ઈન્ટરનેટ અને અન્ય બ્રોડબેન્ડ સુવિધાઓને સપોર્ટ કરે છે.
3G ના આવવાથી વપરાશકર્તાઓને ઈન્ટરનેટની સુવિધાનો લાભ મળ્યો હતો અને 4G ના આવવાથી ઈન્ટરનેટનો અને ખુબ ઝડપી ડેટા ટ્રાન્સફરનો લાભ મળ્યો.
4G નેટવર્ક ને સારી ઈન્ટરનેટની સ્પીડ અને સારી કનેક્ટિવિટી મેળવવા માટે 2010 માં રજુ કરવામાં આવ્યું હતું. ભારતમાં સૌપ્રથમ 4G ને લોન્ચ કરનાર એરટેલ કંપની હતી જેને TD-LTE ટેકનોલોજી દ્વારા કોલકાતામાં 2012 માં લોન્ચ કર્યું હતું.
આ પણ વાંચો :- AI એટલે શું?
Advantages of 5G Technology
1) વધુ ઝડપી ઇન્ટરનેટ સ્પીડ :- 5G એ 4G નેટવર્ક ની સરખામણીએ વધુ ઝડપી ઈન્ટરનેટ સ્પીડ પ્રદાન કરે છે. જેથી ઉપયોગકર્તા માત્ર સેકન્ડ માં મ્યુઝિક, મૂવી, વિડિઓ વગેરે ડાઉનલોડ કરી શકે છે. 5G નેટવર્ક 20 ગીગાબિટ્સ (Gbps) સુધીની સ્પીડ પ્રદાન કરે છે જે 4G કરતા ખુબ વધારે ઝડપી છે.
ટિપ્પણી પોસ્ટ કરો