AI નું ફુલ ફોર્મ?
AI નું ફુલ ફોર્મ "Artificial Intelligence" (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) થાય છે.
AI એટલે શું ?
સામાન્ય રીતે આપણે જાણીએ છી કે ઇન્ટેલિજેન્સ નો અર્થ બુદ્ધિ કે પછી હોશિયાર એવો થતો હોય છે. આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ અથવા તો કે જે કુદરતી નથી જેને માનવ દ્વારા બનાવવામાં આવ્યું છે જેને આપણે માનવકૃત કે પછી અકુદરતી પણ કહીએ છીએ. AI ને આપણે કોમ્પ્યુટેશનલ ઇન્ટેલિજેન્સ તરીકે પણ ઓળખીએ છીએ કારણ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ કોઈ કુદરતી જ્ઞાનનો ભંડાર નથી તેમાં માનવ સંવેદનાઓ, જ્ઞાન, વિચારો અને બુદ્ધિનો ઉપયોગ થાય છે.
Artificial Intelligence ને આપણે ગુજરાતીમાં "કૃત્રિમ (માનવકૃત) રીતે વિકસિત બૌદ્ધિક ક્ષમતા" તરીકે ઓળખીએ છીએ. આ વિજ્ઞાન જગતની એક અદભુત અને શક્તિશાળી ખોજ માની એક છે. આ ખોજની મદદથી કમ્પ્યુટર સિસ્ટમ પહેલા કરતા વધુ વિકસિત થઇ ગઈ છે.
AI ને
આપણે સરળ શબ્દોમાં સમજીએ
તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે માનવ બુદ્ધિ,
વિચાર, અનુભવ વગેરે માહિતીને અલ્ગોરિધમ્સના સ્વરૂપમાં સંગ્રહિત કરવું અને જરુરીઆત મુજબ
તેનો ઉપયોગ કરવો. આ કોમ્પ્યુટેશનલ ઇન્ટેલિજેન્સ
માનવના અનુભવો, બુદ્ધિ વગેરેને કમ્પ્યુટર પોતાની ભાષા એટલે કે
મશીનની ભાષામાં રૂપાંતરિત કરીને સંગ્રહ કરે છે.
આજના
યુગમાં આપણે દરેક જગ્યાએ
AI નો ઉપયોગ જોઈ શકીએ છીએ
જેમકે મોટી કંપનઓમાં ઑટોમૅટિક
મશીનો ઉપયોગ થવા લાગ્યો છે
જે થોડા સમયમાં વધુ
ઝડપથી કામ કરે છે
અને કામમાં લગતા ખર્ચ ને
ઓછો કરે છે સાથે
ખુબ ઓછા સમયમાં વધારે
કામ કરી આપે છે
કારણ કે તે 24*7 કામ
કરી શકે છે. હાલના
સમયમાં આવતી વૈભવી કાર
માં પણ AI નો ખુબ બહોળા
પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો છે.
હાલમાં ટ્રેન્ડિંગ માં ચાલતું ચેટ
જીપીટી (ChatGPT) એ AI નું સૌથી
બેસ્ટ ઉદાહરણ માનું એક છે.
આજના
સમયમાં આપણે રોજ AI નો
ઉપયોગ વધતો જોઈ શકીએ
છીએ. આજના સમયમાં આનો
ઉપયોગ હેલ્થ કેર, એગ્રીકલ્ચર, સાયબર
સેક્યુરીટી, સાયન્સ વગેરે જેવા ક્ષેત્રોમાં પણ
થવા લાગ્યો છે.
ઇતિહાસ
આર્ટિફિશિયલ
ઇન્ટેલિજન્સની શરૂઆત સૌપ્રથમ 1950 ના દાયકામાં થઈ
હતી કે જ્યારે "Alan Turing" નામના કમ્પ્યુટર વિજ્ઞાનિક એ "કોમ્પ્યુટીંગ મશીનરી એન્ડ ઇન્ટેલિજેન્સ" નામના પેપરમાં
મશીન ઇન્ટેલિજેન્સ વિશે તેમના વિચારો
રજુ કર્યા હતા. ત્યારબાદ 1956 માં
"જોન મેકાર્થી" એ ડાર્ટમાઉથ માં
એક વર્કશોપ નું આયોજન કર્યું
હતું જ્યાં "કૃત્રિમ બુદ્ધિ (Artificial
Intelligence)" શબ્દનો
પહેલી વખત ઉપયોગ કરવામાં
આવ્યો હતો.
AI નો
ઉપયોગ
AI નો
ઉપયોગ સૌથી વધારે રોબોટિક્સ
ટેકનોલોજી માં થાય છે.
આજના આ અદ્યતન યુગમાં
ઘણી બધી જગ્યાએ AI નો
ઉપયોગ જોવા મળે છે
જેમકે લક્સરી કાર્સ, સુપર કોમ્પ્યુટર્સ, પર્સનલ
કોમ્પ્યુટર્સ, હેલ્થકેરમાં, એગ્રીકલ્ચર વગેરે જેવા ક્ષેત્રે થાય
છે.
આ પણ વાંચો :- 5G એટલે શું?
ટિપ્પણી પોસ્ટ કરો