એથિકલ હેકિંગ એટલે શું? એથિકલ હેકર કઈ રીતે બનવું? | Ethical hacking

એથિકલ હેકિંગ એટલે શું? (What is the meaning of ethical hacking?)


What is ethical hacking

What is Ethical Hacking?

એથિકલ હેકિંગ એટલે કે જ્યારે કોઈ કંપની, સંસ્થા કે કોઈ સંગઠન તેમની સિસ્ટમ માં રહેલ લૂપહૉલ શોધવા અને તેમાં રહેલ ખામીઓને દૂર કરવા માટે કોઈ વ્યક્તિ ને પરવાનગી આપે છે ત્યારે તે વ્યક્તિ તે સિસ્ટમ માં રહેલી ખામીઓ ને શોધે છે અને તેને ખામી રહિત કરે છે. આ પ્રક્રિયા માં તે વ્યક્તિ ને એથિકલ હેકર કહેવામાં આવે છે જેને ઘણી વાર Sneakers તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રીતે કોઈ પણ કંપનીની પરવાનગી મેળવી તેમની સિસ્ટમ ને ખામી રહિત કરવાની પ્રક્રિયાને એથિકલ હેકિંગ (Ethical Hacking) કહેવામાં આવે છે.


એથિકલ હેકર કોને કહેવામાં આવે છે (Who is an Ethical Hacker?)

આપણે આગળના હેકિંગ એટલે શું? નામના આર્ટિકલમાં જોયું હતું કે હૅકર્સ કેટલા પ્રકારના હોય છે અને સાથે સાથે એ પણ જાણ્યું કે હેકિંગની કેટલી ટેકનીક હોય છે. તે આર્ટિકલમાં આપણે જાણ્યું કે હૅકર્સ ઘણા બધા પ્રકારના હોય છે જેમાં મુખ્યત્વે હૅકર્સ ના ત્રણ કોમન પ્રકારો છે, વાઈટ હેટ હેકર (White Hat Hacker), બ્લેક હેટ હેકર (Black Hat Hacker), અને ગ્રે હેટ હેકર (Gray Hat Hacker). એથિકલ હેકર ને વાઈટ હેટ હેકર પણ કહેવામાં આવે છે જે કોઈ પણ સંસ્થાની પરવાનગી મેળવીને તેની સિસ્ટમમાં રહેલ ખામીને શોધીને તેને ખામી રહિત કરે છે અને તે સિસ્ટમ ને બધી પ્રકારના માલવેરથી અને બીજા ઘણા બધા દુષિત વાયરસ થી પણ બચાવે છે.


આજના આ ટેકનોલોજીના સમયમાં કોઈ પણ સંસ્થા, કંપની કે કોઈ સંગઠનો ના ડેટા ને સુરક્ષિત રાખવા અને તેને હાનિ પોહોચાડતા લોકો થી બચાવવા કે જે લોકો તે સિસ્ટમમાં પરવાનગી વગર અવૈધ રીતે સિસ્ટમમાં રહેલ ખામીઓનો ઉપયોગ કરીને તેમાં ઘૂસે છે અને તે સિસ્ટમમાં રહેલા ડેટા ને ચોરે છે કે તેને પોતાની ઈચ્છા અનુસાર ફેરફાર કરીને ડેટા ને નુકશાન પહુંચાડે છે, આવા ખરાબ આશય વાળા હેકર્સથી બચવા અને ડેટા ને સુરક્ષિત રાખવા માટે એથિકલ હેકર ને હાયર કરવામાં આવે છે. આ હેકર્સ સિસ્ટમને નુકશાન પહોચાડતા લોકોથી બચાવે છે અને ડેટા ને સુરક્ષિત રાખે છે.


આપણે લોકો જાણીએ છીએ કે કોઈ પણ કંપની હોય તેમના માટે તેમનો ડેટા સૌથી મહત્વપૂર્ણ હોય છે. તે આખી કંપની તેમના ડેટાને લીધેજ આગળ વધતી હોય છે એવામાં જો કોઈ હેકર તેમનો ડેટા ચોરી લે છે તો તેથી તે કંપનીને ઘણું નુકશાન થાય છે ને તે કંપનીનું નામ પણ ખરાબ થાય છે, કારણ કે કોઈ પણ કંપનીનો ડેટા તેમના માટે અને તેમની કંપનીના એમ્પ્લોયી કે તેમના યુઝર માટે ખુબ મહત્વનો હોય છે. આ કારણે એથિકલ હેકર ને હાયર કરવામાં આવે છે, ને આજ કારણથી આજના સમયમાં એથિકલ હેકરની માંગમાં ઘણો વધારો થયો છે.


શું તમે એથિકલ હેકર બનવા માંગો છો?


જો હા તો તમને આ આર્ટિકલની મદદથી બધી જાણકારી મળી રહેશે કે કઈ રીતે તમે એક એથિકલ હેકર બની શકો છો. એથિકલ હેકર બનવા માટે આજના સમયમાં ઘણા બધા રસ્તાઓ છે પરંતુ સૌથી પહેલું સ્ટેપ એ છે કે તમને કમ્પ્યુટર અને તેની પ્રોગ્રામિંગ લેન્ગુએજ વિષે જાણવામાં ઇન્ટરેસ્ટ હોવો જરૂરી છે. પ્રોગ્રામિંગ લિન્ગ્યુએજ શીખ્યા વગર હેકર બનવું ઘણું અઘરું છે. એક હેકર બનવા માટે એક રસ્તો એ છે કે તમે 12th પાસઆઉટ કરીને તમે BSC, B. Tech, BE, BCA કરી શકો છો જેમાં તમને કમ્પ્યુટર અને તેમની પ્રોગ્રામિંગ લિન્ગ્યુએજ વિષે અને સાથે નેટવર્કિંગ વિષે પણ શીખવવામાં આવશે. આ કોર્સ માં કમ્પ્યુટર નેટવર્ક વિશે શીખવવામાં આવે છે જે હેકર બનવા માટે ખુબજ જરૂરી છે. આમ તમે કમ્પ્યુટર સાયન્સ કે પછી કોર્સ - ઇન્ફોરમેશન ટેક્નોલોજીમાં બેચલર ડિગ્રી મેળવી શકો છો.


બીજો રસ્તો એ છે કે જેમાં તમે હાલમાં ઘણા બધા પ્રાઇવેટ કોર્સ હોય છે, એથિકલ હેકર બનવા માટેના તે પણ તમે જોઈન કરી શકો છો. આ પ્રાઇવેટ કોર્સમાં સર્ટિફાઈડ એથિકલ હેકર, ઑફેંસીવ સિક્યુરિટી સર્ટિફાઈડ પ્રોફેશનલ, સર્ટિફાઈડ નેટવર્ક એસોસિએટે, સર્ટિફાઈડ ઇન્ફોરમેશન સિસ્ટમ્સ ઓડિટર, અને ઘણા બધા અન્ય કોર્સ હોય છે.


આજના સમયમાં ઘણા બધા કોર્સ છે જે તમે કરી શકો છો. જો તમે ઈચ્છોછો કે તમે આ કોર્સ નથી કરવા માંગતા અને તમારી પાસે કોઈ પણ બેચલર ડિગ્રી પણ નથી છતાં તમે વાઈટ હેટ હેકર બનવા માંગો છો તો તે પણ શક્ય છે. Ethical hacker બનવા માટે કોઈ પણ ડિગ્રી હોવી જરૂરી નથી હોતી, તમે ડિગ્રી વગર પણ એથિકલ હેકર બની શકો છો. એક હેકર થવા માટે સૌથી મહત્વનું હોય છે સ્કિલ (Skill). તમારી પાસે કોઈ સર્ટિફિકેટ હોવું જરૂરી નથી પણ તમારામાં સ્કિલ અથવાતો ટેલેન્ટ હોવો જોઈએ, વગર સ્કિલ ને તમે આ ક્ષેત્રમાં આગળ નહિ વધી શકો.


આ એક એવું કેરરિઅર (Career) છે કે જેમાં તમારી પાસે રહેલ શિક્ષા કરતા તમારી પાસે રહેલ સ્કિલ વધુ જરૂરી અને મહત્વની હોય છે. એક એથિકલ હેકર ઇન્ડુસટ્રી (Industry), સરકારી સંગઠન, આર્મી, લૉ એન્ફોર્સમેન્ટ એજેન્સી અને આઈબી જેવા ક્ષેત્રોમાં કામ કરે છે. આની સિવાય ઘણી મોટી - મોટી કંપની પણ તેમને સારા એવા પેકેજ પર હાયર કરે છે.


નિષ્કર્ષ

આજના આ આર્ટિકલમાં આપણે એથિકલ હેકિંગ (Ethical Hacking) એટલે શું થાય છે તે જાણકારી મેળવી અને એક એથિકલ હેકર કઈ રીતે બનવું તેના માટેની જાણકારી મેળવી અને સાથે - સાથે આપણે એ પણ જાણ્યું કે એથિકલ હેકર એટલે શું?, એથિકલ હેકર કઈ રીતે બનવું, તે ક્યાં કામ કરે છે, તે શું કામ કરે છે, વગેરે. આ આર્ટિકલની મદદથી તમને જાણવા મળ્યું હશે કે એથિકલ હેકર કઈ રીતે બની શકાય અને તેની માટે આપણી પાસે કેટલું એડયુકેશન હોવું જોઈએ અને જો તમારી પાસે કોઈ પણ એડયુકેશન મેળવેલું નથી, કોઈ ડિગ્રી નથી કે કોઈ પણ પ્રકારનો કોર્સ પણ નથી કરેલો, શું તો પણ તમે એથિકલ હેકર બની શકો છો? આ બધા સવાલોનો જવાબ આપણે આ આર્ટિકલમાં જાણ્યો. અમને આશા છે કે આજના આર્ટિકલની મદદથી તમને કંઈક નવું જાણવા મળ્યું હશે.

ટિપ્પણી પોસ્ટ કરો

Post a Comment (0)

વધુ નવું વધુ જૂનું