WhisperPair શું છે?
WhisperPair એ હેકિંગ નો એક નવા પ્રકારનો હુમલો છે જે તમારા બ્લૂટૂથ ઉપકરણો, ખાસ કરીને વાયરલેસ હેડફોન્સ અને ઇયરબડ્સ ને નિશાનો બનાવે છે. આ એટેક ગૂગલ ફાસ્ટ પેર ટેકનોલોજી ની ખામીનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. સંશોધકો નું માનવું છે કે આ એટેક બ્લૂટૂથ રેન્જ (આશરે 14 મીટર સુધી) માં રહીને તમારા વાયરલેસ ઉપકરણો સાથે ગુપ્ત રીતે કનેક્ટ થઇ શકે છે.
હાલના સમયમાં હેકરો ઈન્ટરનેટનો ઉપયોગ કરીને ઘણી બધી રીતે ક્રાઇમ કરતા હોય છે ત્યારે ઘણા લોકોના મનમાં પ્રશ્ન થતો હોય છે કે એવામાં આપણે આ બધા સાયબર ક્રાઇમ થી કઈ રીતે બચી શકીએ તો આપણે તેના માટે આ વેબસાઈટ માં એક લેખ પુબ્લીસ કરેલો છે સાયબર ક્રાઇમ એટલે શું? તે લેખ ને વાંચીને તમે તમામ જાણકારી મેળવી શકો છો કે તમે તમે ઈન્ટરનેટ પર થતા હુમલાઓ થી કઈ રીતે બચી શકો છો.
અત્યારે આપણે પહેલા ના વાયર વાળા હેન્ડસપ્રિ ને ભૂલીને હવે વાયરલેસ હેડફોન અને ઇઅરબડ્સ વાપરવા લાગ્યા છીએ ત્યારે આવા એટેકથી બચવું ખુબ જરૂરી બની ગયું છે, કારણકે આપણે આનો ઉપયોગ માત્ર ઘરેજ નહિ પરનું ઓફિસે, પબ્લિક પ્લેસ, હોસ્પિટલ, વગેરે જેવી બધી જગ્યા એ કરતા હોઈએ છીએ જેથી આવા એટેક થવા નો ભય વધી જતો હોય છે. આ પ્રકારના હુમલાથી આપણને ઘણી બધી રીતે નુકશાન થઇ શકે છે જેના વિષે તમે નીચે આપેલ હુમલાના જોખમો માં જોય શકો છો.
ગૂગલ ફાસ્ટ પેર શું છે?
ગૂગલ ફાસ્ટ પેર એ ગૂગલ દ્વારા બનાવવામાં આવેલ ટેકનોલોજી છે જે એન્ડ્રોઇડ ઉપકરણો માટે બ્લૂટૂથ ઉપકરણો (જેમકે વાયરલેસ ઇઅરબડ્સ અને હેડફોન) ને ખુબ ઝડપી અને સરળતાથી કનેક્ટ કરવાની સુવિધા પ્રદાન કરે છે. ગૂગલ ફાસ્ટ પેર BLE (Bluetooth Low Energy) ઉપયોગ કરે છે.
WhisperPair હુમલાના જોખમો
- આ એટેકથી હેકર તમારા હેડફોનના માઇક્રોફોનનો ઉપયોગ કરીને તમારી ખાનગી વાતો સાંભળી શકે છે.
- આ એટેકથી હેકર પોતાના ગૂગલ એકાઉન્ટ સાથે કનેક્ટ કરીને ફાઇન્ડ માય ડિવાઇસ દ્વારા તમારું લોકેશન પણ ટ્રેક કરી શકે છે.
- હેકર તમારા ઇયરબડ્સ સાથે કનેક્ટ થઈને તેનો અવાજ વધારી ઘટાડી શકે છે તથા અવાજમાં ખલેલ પહોંચાડી શકે છે.
આ પ્રકારના હુમલાથી કેવી રીતે સુરક્ષિત રહેવું
- આ પ્રકારના હુમલાથી બચવા માટે સૌપ્રથમ આપણે આપણા હેડફોન ની કંપની દ્વારા આપવામાં આવેલ લેટેસ્ટ ફર્મવેર અપડેટ ને ઇન્સ્ટોલ કરવું.
- જ્યારે પણ તમારા ઉપકરણ એટલે કે હેડફોન કે ઇઅરબડ સાથે કનેક્ટ થવા માટે કોઈ અજાણી રેક્યુએસ્ટ આવે તો તેને સ્વીકારશો નહિ.
- તમારા ઉપકરણને તમારા ગૂગલ એકાઉન્ટ સાથે લિંક કરીને રાખો જેથી કરીને કોઈ અન્ય તેને કનેક્ટ ના કરી શકે.
નિષ્કર્ષ :-
આજના આ નાનકડા લેખમાં આપણે એક નવા પ્રકારના હેકિંગ ના હુમલા વિષે જાણકારી મેળવી કે તે શું છે, તે કેવી રીતે થાય છે અને તેનાથી બચવા માટે આપણે શું કરી શકીએ છીએ. આ લેખ વાંચનારા ઘણા લોકો એવા પણ હશે જેમને હકિંગ શબ્દ નો સાચો અર્થ નહિ જાણતા હોય તો તેવા લોકો માટે આપણે હેકિંગ એટલે શું નામનો લેખ આ વેબસાઈટ પર પોસ્ટ કરેલો છે જેમાં આપણે વિસ્તારથી હેકિંગ વિષે જાણકારી આપી છે.

ટિપ્પણી પોસ્ટ કરો