સાવધાન! હવે AI દ્વારા થઈ રહી છે ડિજિટલ ચોરી । જાણો AI સાયબર હુમલાથી બચવાની રીતો

 

AI-Powered Cyber Attacks

હાલના સમયે આપણે AI એટલે શું?, તે કઈ રીતે કામ કરે છે, તેનો ઉપયોગ શું છે, વગેરે વિષે જાણીએ જ છીએ. AI એ દિવસે ને દિવસે વધુ મજબૂત અને પાવરફુલ થતું જય રહ્યું છે, હાલમાંજ આપણે જાણીએ છીએ કે કઈ રીતે AI ના કારણે આપણા IT સ્ટોકસ ને નુકશાન પોચી રહ્યું છે. AI ના જેમ ફાયદા છે તેમ ઘણા બધા નુકશાન પણ છે કારણ કે સાયબર ક્રાઇમ કરતા લોકો તેનો દુરુપયોગ પણ કરતા હોય છે. હાલ વર્ષ 2026 માં AI-Powered Cyber Attacks (AI-આધારિત સાયબર હુમલા) આજના ડિજિટલ દુનિયાનો સૌથી મોટો ખતરો બની ગયા છે. આ એવા પ્રકારના હુમલા છે જેમાં હેકર્સ પોતે કોઈપણ જાતની મહેનત કર્યા વગર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને ડેટા છોરી કે છેતરપિંડી જેવા ગુનાઓને અંજામ આપતા હોય છે.


AI-Powered Cyber Attacks (AI-આધારિત સાયબર હુમલા) એટલે શું?

AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો) ઉપયોગ કરીને કરવામાં આવતા હુમલાઓને AI-Powered Cyber Attacks કે (AI-આધારિત સાયબર હુમલા) કહેવામાં આવે છે, જેમાં હેકર્સ AI અને ML (મશીન લર્નિંગ) ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે જેમાં પેહલાની જેમ હેકર્સ ને હાથે કોડ લખવાની જરૂર રહેતી નથી કારણકે આ હુમલામાં AI જાતેજ ભૂલો શોધે છે ને કોડ લખીને પોતાની મેળે હુમલો કરી શકે છે.

હાલના સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે ત્યારે AI આધારિત હુમલાઓ નો ખતરો પણ વધી રહ્યો છે. AI દ્વારા ઘણી બધી રીતે હુમલાઓ કરવામાં આવતા હોય છે જેમના અમુક હુમલાઓ વિષે આપણે આજના આ આર્ટિકલ માં જાણકારી મેળવીશું તથા આવા હુમલાઓથી કઈ રીતે સુરક્ષિત રહેવું તેની માહિતી પણ મેળવીશું તો આ આર્ટિકલ ને આખો છેલ્લે શુદ્ધિ વાંચવા વિનંતી.

 

AI આધારિત હુમલાના મુખ્ય પ્રકારો

AI Powered Phishing (સ્માર્ટ ફિશિંગ)

Deepfakes (ડીપફેક)

Automated Malware (ઓટોમેટેડ માલવેર)

 

AI Powered Phishing (સ્માર્ટ ફિશિંગ)

હાલના સમયના ઘણા બધા AI ટૂલ્સ નો ઉપયોગ સ્માર્ટ ફિશિંગ માટે થઇ શકે છે જેમાં કોઈપણ હેકર આવા AI ટૂલ નો ઉપયોગ કરીને ટાર્ગેટ કરેલ વ્યક્તિ ની ભાષા તથા તેની લખવાની શૈલી ની નકલ કરીને બોગસ ઇમેઇલ કે મેસેજ બનાવે છે.

 

Deepfakes (ડીપફેક)

ડીપફેક એક એવો AI આધારિત હુમલો છે જેમાં કોઈપણ મોટી વ્યક્તિ કે તેના પરિવારના શાભ્યો નો અવાજ અથવા વિડિઓ બનાવીને કોઈપણ તેના જાણકાર વ્યક્તિ ને મોકલીને પૈસાની અથવા ગુપ્તા માહિતીની માંગણી  કરવામાં આવે છે.

 

Automated Malware (ઓટોમેટેડ માલવેર)

સામાન્ય રીતે ઑટોમેટેડ માલવેર આપમેળે ફેલાતું હોય છે, પરંતુ AI ના માધ્યમથી તે વધુ ઝોખમી ખતરો બની જાય છે. AI ની મદદથી તે એક એવો માલવેર બની જાય છે જે માણસની જેમ વિચારી, પોતાની જાતે નિર્ણયો લઇ શકે છે અને પોતાની રીતે પોતાનું રૂપ બદલી શકે છે.

AI-Powered ઑટોમેટેડ માલવેર ને ઓળખવામાં સામાન્ય એન્ટીવાયરસ સોફ્ટવેર પણ ફેલ થાય જાય છે કારણ કે એન્ટીવાયરસ સોફ્ટવેર કોઈપણ વાયરસના ચોક્કસ કોડ ને ઓળખીને તેને બ્લોક કરતુ હોય છે, પરંતુ AI માલવેર જયારે કોઈપણ સિસ્ટમમાં ઘૂસે છે ત્યારે તે પોતાનો કોડ આપમેણે બદલી નાખે છે, આના કારણે એન્ટીવાયરસ તેને ઓળખી શકતું નથી.

 આવા માલવેર મોટા લેંગ્વેજ મોડેલ્સનો ઉપયોગ કરીને આપમેળે કમાન્ડ નક્કી કરી શકે છે અને કલાઉડ નેટવર્કને નુકશાન પહોંચાડતા હોય છે. AI માલવેર ચોરી કરેલા હજારો ડેટા ને આપમેણે ફિલ્ટર કરીને કામના ડેટા ને કામના ડેટા ને હેકર્સ ને મોકલી આપે છે. આવા માલવેર ના મુખ્ય ઉદાહરણ AI Worms અને Adaptive Ransomware છે.

 

AI-Powered હુમલાથી બચવાના ઉપાય

એઆઈ સંચાલિત હુમલાઓ ખુબજ સ્માર્ટ,ઝડપી અને ખતરનાક હોય છે કારણકે તે માણસોની જેમ વિચારીને પોતાનું રૂપ બદલી શકતા હોય છે.

આવા હુમલાઓથી બચવા માટેના મુખ્ય અને અસરકારક ઉપાયો નીચે મુજબ છે.

 

  • Deepfake ઓડિયો-વિડિઓ થી સાવધાન રહો
  • શંકાસ્પદ ઈમેલ અને મેસેજ પર ક્લિક ન કરો
  • ઈન્ટરનેટ પર રહેલા તમારા તમામ એકાઉન્ટમાં મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશન નો ઉપયોગ કરો, જેમકે 2-સ્ટેપ વેરિફિકેશન.
  • તમારા મોબાઇલ અને કોમ્પ્યુટર ની સિસ્ટમ/OS અને સોફ્ટવેર ને હંમેશા અપડેટ રાખો.

 

ટિપ્પણી પોસ્ટ કરો

Post a Comment (0)

વધુ નવું વધુ જૂનું