ઇન્ટરનેટ ઓફ થીંગ શું છે?
ઇન્ટરનેટ ઓફ થીંગ એટલે કે એકી સાથે જોડાયેલા ઘણા બધા ઉપકરણો નું એક નેટવર્ક, જેમાં આ ઉપકરણો નું નેટવર્ક ઇન્ટરનેટ સાથે કનેક્ટ થઈ ને એક બીજા સાથે માહિતી ની આપ લે કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો, જ્યારે આપણા ઘરમાં રહેલા ઉપકરણો જેમ કે પંખા, લાઈટ, એસી, વાહનો, વગેરે ને સેન્સર્સ અને સોફ્ટવેર દ્વારા ઈન્ટરનેટ સાથે જોડીએ છીએ, ત્યારે તેને IoT કહેવાય છે.
IoT નો સૌપ્રથમવાર ઉપયોગ
ઇન્ટરનેટ ઓફ થીંગ નો સૌપ્રથમ ઉપયોગ સાલ 1999 માં બ્રિટિશ ટેક્નોલોજી પ્રણેતા કેવિન એશ્ટન દ્વારા કરવામાં આવ્યો હતો. કેવિન એશ્ટન ને ઇન્ટરનેટ ઓફ થીંગ ના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઇન્ટરનેટ ઓફ થીંગ નો ઉપયોગ
આનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થાતો હોય છે જેમકે સ્માર્ટ ઘરો, સ્માર્ટ વાહનો, ખેતી અને સાથે સાથે ઉદ્યોગો તથા હેલ્થકેર માં પણ આનો ખુબ ઉપયોગ થાય છે.
સ્માર્ટ સીટી
હાલ ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ માહિતી અનુસાર સુરત અને અમદાવાદ માં ટ્રાફિક ના મેનેજમેંટ માટે ઇન્ટરનેટ ઓફ થીંગ અને એ - આઈ આધારિત ટેકનોલોજી નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
સ્માર્ટ ખેતી
સ્માર્ટ ખેતીમાં IoT સેન્સર ખેતરોમાં જમીનનું ભેજ, પાકનું સ્વાસ્થ્ય, અને તાપમાન, વગેરે વિશે ની રિયલ ટાઇમ માહિતી આપે છે. આ ટેકનોલોજી નો ઉપયોગ ખેતીમાં ખેડૂતો સોઈલ મોઈશ્ચર સેન્સર (Soil Moisture Sensors) નો ઉપયોગ કરીને જરૂરિયાત મુજબ ઓટોમેટિક પિયત કરવા માટે પણ કરી શકે છે.
સ્માર્ટ હોમ
ઘરોમાં રહેલા ઉપકરણો જેમકે લાઇટ, કેમેરા, સ્માર્ટ ફ્રીજ, સ્માર્ટ એર કન્ડિશનર, વગેરે માટે ઇન્ટરનેટ ઓફ થીંગ નો ઉપયોગ કરવામાં આવે છે. ઘરોમાં રહેલ સ્માર્ટ ઉપકરણો IoT દ્વારા ઘણી બધી રીતે ઉપયોગમાં લેવામાં આવે છે દાખલા તરીકે IoT દ્વારા તમે તમારા બેડ ઉપર આરામથી બેસીને AC ને ફૂલ કે ધીમું (24 ઉપરથી 16 કરવું કે 16 ઉપરથી 24 કરવું) કરી શકો છો.
સ્વાસ્થ્ય સેવાઓ
સ્માર્ટ ઘડિયાળ કે અન્ય કોઈ પણ પહેરી શકાય તેવા ઉપકરણો દ્વારા રિયલ ટાઇમ બ્લડ પ્રેશર અને તમારા હ્રદય ના ધબકારા માપવા માટે પણ IoT નો ઉપયોગ કરવામાં આવે છે જે તમને વાસ્તવિક સમયની એટલે કે રિયલ ટાઇમની માહિતી આપે છે.
IoT ના ઉદાહરણો
- સ્માર્ટ હોમ સિક્યોરિટી સિસ્ટમ
- સ્વાયત્ત ખેતી સાધનો
- સ્માર્ટ ખેતી સાધનો
- સ્માર્ટ ડ્રાઈવિંગ
IoT ના ફાયદા
સુવિધા
તમે IoT ના ઉપયોગ થી દુનિયાની કોઈ પણ જગ્યાએથી તમારા ઘરના સ્માર્ટ ઉપકરણો ને તમારા મોબાઇલ દ્વારા કંટ્રોલ કરી શકો છો.
સુરક્ષા માં વધારો
તમે તમારા સ્માર્ટ ઘરો ના કેમેરા અને સ્માર્ટ લોક દ્વારા તમે તમારા ઘર ઉપર નજર રાખી શકો છો અને જ્યારે કોઈપણ અજાણી વ્યક્તિ તમારા ઘરમાં પ્રવેશવાનો પ્રયત્ન કરે ત્યારે, તરત જ તમારા મોબાઈલ ઉપર મેસેજ આવી જાય છે.
ઉર્જા અને પૈસા ની બચત
સ્માર્ટ ઘરોમાં રહેલા સ્માર્ટ AC જ્યારે તમે રૂમ માં હોવ ત્યારે ઓટોમેટિક ચાલુ થય જાય છે તેમજ જ્યારે તમે રૂમ થી બારે જતા રહો છો ત્યારે તે આપમેળે બંધ પણ થઈ જતાં હોય છે જેથી બંધ કરતા ભૂલી જવાનું ટેન્શન નથી રહેતું અને ઊર્જા અને પૈસા બન્ને ની બચત થાય છે.
આરોગ્ય ની દેખરેખ
તમારાં હાથ ઉપર રહેલ સ્માર્ટ ઘડિયાળ અથવા હેલ્થ ટ્રેકર સમયસર તમારૂ બ્લડ પ્રેશર, હાર્ટ બીટ, વગેરે માપતું રહે છે અને તમને તમારા મોબાઈલ ઉપર તેની જાણકારી સમયે સમયે આપતું રહે છે. જેથી સ્વાસ્થ જાળવવામાં મદદરૂપ થાય છે.
IoT ના ગેરફાયદા
સુરક્ષા & પ્રાઇવસી
તમામ ઉપકરણો ઈન્ટરનેટ સાથે જોડાયેલા હોય છે જેથી તેને હેકર દ્વારા હેક થવાનો ભય રેતો હોય છે અને તમારી અંગત માહિતી તથા તમારા ઘરમાં રહેલા કેમેરા અને તમારું લોકેશન પણ છોરી થવાનો ભય રહે છે.
ખર્ચ
IoT ઉપકરણોને શરૂઆતમાં સેટઅપ કરવા માટે ખુબ વધારે ખર્ચ કરવો પડે છે તથા તેની જાળવણી પણ ખુબ મુશ્કેલ હોય છે.
ટેકનોલોજી પર નિર્ભરતા
IoT જેવી ટેકનોલોજી ના લીધે આપણું જીવન સરળ થવાની સાથે આપણે તેની ઉપર ખુબ નિર્ભર થઇ ગયા છીએ ત્યારે જો ઈન્ટરનેટ સેવા કે પાવર જતો રહે તો આપણા દૈનિક જીવન ના તમામ કામો અટકી જતા હોય છે કારણ કે આપણા તમામ ઉપકરણો જાતે કામ કરતા બંધ થઈ જાય છે.
ટેકનોલોજી જૂની થઈ જવી
IoT ના સ્માર્ટ ઉપકરણો સોફ્ટવેર પર ચાલે છે. જો તે ઉપકરણો ના અપડેટ કંપની દ્વારા આપવાનું બંધ કરી દે, તો તમારું મોંઘુ ઉપકરણ કામ કરતુ બંધ કરી દે છે અથવા તે નકામું બની જાય છે. અપડેટ ના મળવાથી તે ઉપકરણ ના હેક થવાના ચાન્સ પણ વધી જતા હોય છે.
અહીંયા આપણે IoT એટલે શું, તેના ઉપયોગ, ફાયદા અને ગેરફાયદા, વગેરે વિશેની માહિતી મેળવી તેમાં આપણે IoT ના ગેરફાયદાઓ માં એ પણ જોયું કે કઈ રીતે આપણા ઉપકરણો હેકર દ્વારા હેક થઇ શકતા હોય છે ત્યારે ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન હશે અથવા તો તેઓ એ માહિતી મેળવવા માંગતા હશે કે આપણે તેને હેક થતા કઈ રીતે બચાવી શકીએ છીએ અને તેને હેક કરવા માટે કેટલા પ્રકારના હુમલા હેકર દ્વારા કરવામાં આવે છે તેની માહિતી મેળવવા માંગતા હોવ તો તમે અમારા IoT હેકિંગ એટલે શું? નામના લેખને વાંચી શકો છો જ્યાં અમે તેનો અર્થ, IoT ઉપકરણો પાર કેટલા અને ક્યાં ક્યાં પ્રકારના હુમલાઓ થઇ શકે છે વગેરે માહિતી આપી છે જે તમને તમારા IoT ઉપકરણો ને હેક થતા બચાવવા માટે ઉપયોગમાં આવશે.
નિષ્કર્ષ
આજના આ લેખમાં આપણે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ શું છે, તેના ફાયદા અને ગેરફાયદા શું છે, તેનો સૌપ્રથમ ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો અને ક્યારે કરવામાં આવ્યો હતો વગેરે ની માહિતી મેળવી. ઉમ્મીદ છે તમને આ લેખ પસંદ આવ્યો હશે અને કૈક નવું શીખવા મળ્યું હશે જો તમને આવા ટેકનોલોજી વિશેના લેખ વાંચવા પસંદ છે તો તમે આમારા બીજા લેખ વાંચી શકો છો જેમાં અમે બધી માહિતી ગુજરાતીમાં આપી છે.

ટિપ્પણી પોસ્ટ કરો