SD Card (મેમરી કાર્ડ) માંથી ડિલીટ થયેલા ડેટા ને પાછો મેળવવાનો ફ્રી અને સરળ રસ્તો

SD Card માથી ડિલીટ થયેલો ડેટા પાછો મેળવવાની સરળ રીત.


Recover Deleted Data

હાલ ના આ સમયમાં મોટા ભાગના લોકો પોતાનો બધો ડેટા ગૂગલ ડ્રાઇવ, ક્લાઉડ સ્ટોરેજ, વગેરે જેવી જાગ્યા એ સેવ કરીને રાખતા હોય છે. ઘણા બધા લોકો એવા પણ હોય છે કે જે પોતાનો ડેટા પેન ડ્રાઇવ, મેમરી કાર્ડ માં પણ સ્ટોર કરીને રાખતા હોય છે. આજ ના આ લેખ માં આપણે એવી એક રીત વિશે માહિતી મેળવી શું કે ભૂલથી અથવા તો જાણી જોઈને ડિલીટ થયેલા ડેટા ને પાછો કેવી રીતે મેળવી શકીએ. આમ તો ડિલીટ થયેલા ડેટા ને પાછો મેળવવા ના ઘણા બધા રસ્તાઓ છે જેમકે પેડ સોફ્ટવેર ની મદદ થી કે સિમ્પલ અને સૌ પ્રથમ વપરાતો રસ્તો રીસાયકલ બિન માં જઈને ડેટા પાછો મેળવવો, પણ જો ડેટા પરમેનેન્ટ ડિલીટ થઈ ગયો હોય તો તેવા સમયે રીસાઇકલ બિન વાડો રસ્તો કામ આવતો નથી. આજે આપણે આજના આ લેખમાં ફ્રી અને સૌથી સરળ રીતે ડેટા પાછો મેળવવાના રસ્તા વિશે જઈશું જેની મદદ થી આપણે આપણો ડેટા પાછો મેળવી શકીએ છીએ.

જ્યારે આપણે ક્લાઉડ સ્ટોરેજની વાત કરતા હોઈએ છીએ ત્યારે આપણે એક વસ્તુ નો વિચાર આવતો હોય છે કે આજથી થોડા વર્ષો પહેલા આ બધું આપણે કોઈ દિવસ વિચાર્યું પણ નહોતું કે આપણે આપનો ડેટા ઈન્ટરનેટ ઉપર સેવ કરીને રાખી શકીએ છીએ તથા સાથે સાથે આપણે એને કોઈ પણ જગ્યાએથી તેને ઍક્સેસ પણ કરી શકીએ છીએ આ બધું શક્ય એટલા માટે થઇ શક્યું કેમ કે આજે બધા લોકો ઈન્ટરનેટ નો ઉપયોગ કરતા થઇ ગયા છે અને તે આજે વિશ્વ ના બધા ખૂણે પોહોચેલું છે, પણ શું તમે જાણો છો કે ઈન્ટરનેટ ક્યારે અને કોન્યે શોધ્યું તથા આપણા ભારતમાં આનો ઉપયોગ ક્યારે શરુ થયો. જો નથી જાણતા અને તમે જાણવા ઇચ્છતા હોવ તો તમે અમારા ઈન્ટરનેટ એટલે શું? તથા તેને ક્યારે અને કોણે શોધ્યું ના લેખ માં જઈને જાણી શકો છો અમને આશા છે તમને તે લેખ પણ ખુબ પસંદ આવશે.


આ માત્ર વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ વાપરતા લોકો માટે છે. વિન્ડોઝ માં આપણે ડિલીટ થયેલો ડેટા Winfr (Windows File Recovery) કે જે એક ફ્રી કમાન્ડ લાઈન યુટીલીટી છે જે માઇક્રોસોફ્ટ દ્વારા આપવામાં આવે છે. હવે ઘણા લોકોના મનમાં સવાલ થતો હશે કે આ કમાન્ડ લાઈન યુટીલીટી એટલે શું તો કમાન્ડ લાઈન યુટીલીટી એટલે કે Winfr નો ઉપયોગ કરવા માટે આપને કમાન્ડ નો ઉપયોગ કરવો પડે છે, જેમ આપણે ટર્મિનલ નો ઉપયોગ કરીએ છીએ તેમ. Winfr એ એક સિમ્પલ અને સરળ કમાન્ડ લાઈન ઇન્ટરફેસ ધરાવે છે.


SD Card ડેટા રિકવરી માટેની રીત સ્ટેપ બાય સ્ટેપ

  1. સૌ પ્રથમ વિન્ડોઝ સ્ટોર ઓપન કરી સર્ચ બાર માં Winfr સર્ચ કરો અને તેને ડાઉનલોડ કરીને તમારા કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરો. 
  2. ઇન્સ્ટોલ કર્યા પછી તેને તમારા લેપટોપ ના સર્ચ બાર માં જઈને સર્ચ કરો અને તેને ઓપન કરો. (તમારી સામે એક ટર્મિનલ જેવું વિન્ડો ઓપન થશે)
  3. ડેટા પાછો મેળવવા માટે હવે તમારે અમુક કમાન્ડ લખવા પડશે. 

 

ડેટા રિકવરી માટેનું બેઝિક સિન્ટેક્સ

Syntax:- winfr <source-drive:>< destination-drive:> [/mode] [/switches] 

  • <source-drive> :- જ્યાંથી તમારો ડેટા ડિલીટ થયો છે તે ડ્રાઈવ
  • <destination-drive> :- જે ડ્રાઈવ માં તમે રિકવર કરેલો ડેટા સેવ કરવા માંગતા હોવ તે
  • [/mode] :- ડેટા રિકવરી માટે ઘણા બધા મોડ નો ઉપયોગ કરવામાં આવે છે.
    1. [/regular] :- હાલમાં ડિલીટ થયેલા ડેટા ને પાછો મેળવવા માટે 
    2. [/segment] :- જ્યારે માસ્ટર ફાઇલ ટેબલ (MFT) દૂષિત હોય એટલે કે કરપ્ત થઈ ગયું હોય ત્યારે ઉપયોગી. 
    3. [/signature] :- જયારે MTF અને સેગ્મેન્ટ કરપ્ત થઇ ગયા હોય ત્યારે .jpg , .pdf વગેરે ફાઈલ ના પ્રકાર દ્વારા રિકવરી કરી શકીએ છીએ.
  • [/switches] :- ઓપ્શનલ ફિલ્ટર્સ એન્ડ ઓપ્શન્સ
    1. /n :- સ્પેસિફિક ફાઈલ ને રિકવર કરવા માટેનું ફિલ્ટર. દાખલ તરીકે :- /n *.pdf 
    2. /r :- રિકર્સ સબડિરેક્ટરીઝ
    3. /x :- વધારે ઊંડાણ પૂર્વક સ્કેન કરીને ડેટા રિકવર કરવા માટે ઉપયોગી
    4. /y :-સ્પેસિફિક ફાઈલ ટાઈપ ને રિકવર કરવા માટે ઉપયોગી. દાખલ તરીકે :- /y:JPEG,PNG   

  

ડિલીટ થયેલા તમામ પીડીએફ રિકવર કરવા: 

Example:- winfr C: D: /regular /n *.pdf

ઉપર આપેલા ઉદાહરણ માં winfr C ડ્રાઇવ માથી ડિલીટ થયેલ તમામ PDF ને રિકવર કરીને D ડ્રાઇવ માં સ્ટોર કરી આપશે.


ડિલીટ થયેલા તમામ ડોક્યુમેન્ટ ફાઈલ ને રિકવર કરવી હોય તો:

Example:- winfr C: D: /regular /n *.doc

 

ડિલીટ થયેલા તમામ એક્સેલ ફાઈલ ને રિકવર કરવી હોય તો:

Example:- winfr C: D: /regular /n *.xlsx


જો તમે SD Card માથી Delete થયેલ તમામ ડેટા પાછો મેળવવા માંગતા હોવ તો નીચેના કમાન્ડ નો ઉપયોગ કરવો:-

Winfr E: D:\recovery folder /extensive

આ કમાન્ડ ની મદદ થી તમારા SD Card માથી Delete થયેલો તમામ ડેટા તમને મલી જશે. 

 

નિષ્કર્ષ:-

તો આ લેખમાં આપણે એ જાણકારી મેળવી કે એસડી કાર્ડ અથવા તો કોમ્પ્યુટરમાંથી આપણે ભૂલથી કે પછી જાણી જોઈને ડિલીટ કરેલો ડેટા કેવી રીતે પાછો મેળવી શકીએ. અમને આશા છે કે તમને આજનો આ લેખ પસંદ આવ્યો હશે અને તમને તમારા પ્રોબ્લેમ નું સોલ્યૂશન મળી ગયું હશે. અહીંયા આપણે તમામ ડેટા એકી સાથે રિકવર કરવાનો, સ્પેસિફિક ફાઈલ ટાઈપ ને રિકવર કરવાનો અને ઊંડાણ પૂર્વક સ્કેન કરીને ડેટા ને પાછો મેળવવાના કમાન્ડ ને જોયા જેની મદદ થી આપણે આપનો ડેટા પાછો મેળવી શકીએ.
આપનો આજનો આ લેખ ના માત્ર SD Card માંથી ડિલીટ થયેલા ડેટા મેળવવા ઉપર હતો પરંતુ તમામ પ્રકાર ના ડેટા જે SD Card કે કમ્પ્યુટર જેમાંથી પણ ડિલીટ થયેલો હોય એ તમામ ને પાછો મેળવવા માટે હતો.  

ટિપ્પણી પોસ્ટ કરો

Post a Comment (0)

વધુ નવું વધુ જૂનું