GPSC Full Form in Gujarati | GPSC નું પૂરું નામ

 

GPSC Full Form in Gujarati

GPSC નું પૂરું નામ ગુજરાતીમાં ગુજરાત જાહેર સેવા આયોગ થાય છે જેને ઇંગ્લીશમાં Gujarat Public Service Commision કહેવામાં આવે છે. GPSC ગુજરાત સરકારની એક સંસ્થા છે જે રાજ્ય સરકારની વિવિધ પ્રકારની પરીક્ષાઓ અને તેના ઇન્ટરવ્યૂ યોજે છે. જેમાં તે ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારી પદોની ભરતી પ્રક્રિયા યોજે છે. જયારે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી ક્લાસ 3 અને ક્લાસ 4 ના અધિકારી પદો માટેની ભરતી પ્રક્રિયા GPSSB (ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ) અને GSSSB (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ) દ્વારા આયોજવામાં આવે છે.

 

 

GPSCની સ્થાપના

 

1 મે 1960ના રોજ બોમ્બે રાજ્યના વિભાજન પછી ગુજરાત એક અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું ત્યારે રાજ્યની સરકારી સેવાઓ માટે ભરતી પ્રક્રિયા યોજવા માટે GPSCની રચના કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યા પહેલા આજનું મહારાષ્ટ્ર અને ગુજરાત બંને એકજ રાજ્ય હતું જેનું મુખ્ય શહેર બોમ્બે હતું એટલે કે આજનું મુંબઈ, જેનું નામ બોમ્બે થી મુંબઈ સાલ 1995 માં કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના ફોરમેશન પહેલા GPSC નું અસ્તિત્વ નહોતું ત્યારે BPSC (બોમ્બે જાહેર સેવા આયોગ) હતી જે સરકારી પદો માટેની ભરતી પ્રક્રિયાઓનું આયોજન નું કાર્ય કરતી હતી.

 

 

GPSC ના મુખ્ય કાર્યો

 

ગુજરાત જાહેર સેવા આયોગ ના મુખ્ય કાર્યો ભારતના બંધારણની કલમ 320 હેઠળ સોંપવામાં આવ્યા છે.

 

  • ગુજરાત સરકારની વિવિધ પદો માટે પરીક્ષાઓનું આયોજન કરવું
  • ભરતીની પદ્ધતિ ના સંદર્ભમાં રાજ્ય સરકારને સલાહ આપવી
  • સરકારી અધિકારીઓના પ્રમોશન અને બદલી સંબંધિત બાબતોમાં સલાહ આપવી.

 

 

 GPSC દ્વારા ભરતી થતી લોકપ્રિય પોસ્ટ્સ

 

Class 1

  • ડેપ્યુટી કલેકટર
  • ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DySP)
  • રાજ્ય કર અધિકારી (State Tax Officer)
  • સહાયક કમિશનર (Assistant Commissioner)
  • જિલ્લા રજિસ્ટ્રાર (District Registrar)

Class 2

  • મામલતદાર
  • સેક્શન ઓફિસર (સચિવાલય)
  • તાલુકા વિકાસ અધિકારી (TDO)
  • સહાયક રાજ્ય કર અધિકારી (Assistant State Tax Officer)
  • રોજગાર અધિકારી (Employment Officer)

 

 

GPSC પરીક્ષાનો અભ્યાસક્રમ (GPSC Syllabus)

 

GPSC દ્વારા લેવામાં આવતી વિવિધ પદો માટેની પરીક્ષાનો સિલેબસ એક સમાન હોય છે. સૌ પ્રથમ પ્રથમ પરીક્ષા ત્યાર બાદ દ્વિતીય પરીક્ષા અને છેલ્લે ઇન્ટરવ્યૂ એમ ત્રણ તબક્કામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે.

તબક્કો પેપર વિષય ગુણ
પ્રાથમિક પરીક્ષા (Prelims) પેપર ૧ સામાન્ય અભ્યાસ-૧ ૨૦૦
પેપર ૨ સામાન્ય અભ્યાસ-૨ ૨૦૦
મુખ્ય પરીક્ષા (Mains) પેપર ૧ ગુજરાતી ભાષા ૧૫૦
પેપર ૨ અંગ્રેજી ભાષા ૧૫૦
પેપર ૩ નિબંધ ૧૫૦
પેપર ૪ સામાન્ય અભ્યાસ-૧ ૧૫૦
પેપર ૫ સામાન્ય અભ્યાસ-૨ ૧૫૦
પેપર ૬ સામાન્ય અભ્યાસ-૩ ૧૫૦
ઇન્ટરવ્યુ - પર્સનાલિટી ટેસ્ટ ૧૦૦


ટિપ્પણી પોસ્ટ કરો

Post a Comment (0)

વધુ નવું વધુ જૂનું